વોર્નરે નાના બાળકને આપી દીધી પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી, સોશિયલ મીડિયા પર પ્રશંસા
એવોર્ડ લેનાર બાળકે કહ્યું કે, અમે માત્ર ઓસ્ટ્રેલિયાનો ઝંડો ફરકાવી રહ્યા હતા. ત્યારે વોર્નર અમારી નજીક આવ્યો અને તેણે પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમને આપી દીધો.
Trending Photos
ટોનટનઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વોર્નરને આ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ વોર્નરે એવોર્ડ લીધા બાદ તેને દર્શક દીર્ધામાં બેઠેલા એક નાના ફેનનને ગિફ્ટ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર વિશ્વભરના ક્રિકેટ પ્રશંસકો તેની પ્રશંસા કરી રહ્યાં છે.
એવોર્ડ લેનાર બાળકે કહ્યું કે, અમે માત્ર ઓસ્ટ્રેલિયાનો ઝંડો ફરકાવી રહ્યા હતા. ત્યારે વોર્નર અમારી નજીક આવ્યો અને તેણે પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમને આપી દીધો. બાળકના પિતાએ કહ્યું કે, ભીડમાં પાકિસ્તાની ફેન્સ વધારે હતા પરંતુ મેચ શાંતિથી રમાઇ. સ્ટાર્કે વિકેટ લીધા બાદ લોકોએ રાડો પાડી હતી અને અમે જીતથી ખુશ છીએ.
David Warner made this young Australia fan's day by giving him his Player of the Match award after the game 🏆
Wonderful gesture 👏 #SpiritOfCricket#CWC19 pic.twitter.com/MlvDkuoW4i
— Cricket World Cup (@cricketworldcup) June 12, 2019
ટીમમાં વાપસી બાદ વોર્નરે ફટકારી પ્રથમ સદી
વોર્નરે ટીમમાં વાપસી કર્યા બાદ પ્રથમ સદી ફટકારી હતી. પાછલા વર્ષે માર્ચમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. ત્યારબાદ તેને સીધો વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વોર્નરે 36મી ઓવરમાં શાહીન આફ્રિદીના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સતત ત્રીજી સદી ફટકારી હતી. તેણે 2017માં સિડનીમાં 130 અને એડિલેડમાં 179 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે