Asia Cup 2023: એશિયા કપનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
Asia Cup 2023: એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 20 ઓગસ્ટથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થશે.
Trending Photos
દુબઈઃ ક્રિકેટ ફેન્સ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યાં હતા તેની આતૂરતાનો અંત આવી ગયો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC)એશિયા કપ 2023 (Asia Cup 2023)નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વનડે ફોર્મેટમાં રમાનાર આ ટૂર્નામેન્ટના મુકાબલા પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં રમાશે. 30 ઓગસ્ટે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાશે. 17 સપ્ટેમ્બરે કોલંબોમાં ફાઈનલ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટમાં 6 ટીમો- ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ ભાગ લેશે. તેમાં કુલ 13 મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન સિવાય નેપાળની ટીમ છે. ગ્રુપ-બીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમ સાથે એક-એક મેચ રમશે. ત્યારબાદ ગ્રુપમાં ટોપ-2 પર રહેનારી ટીમ સુપર-4માં પહોંચશે. અહીં દરેક ટીમ એકબીજા વિરુદ્ધ એક-એક મેચ રમશે. સુપર-4માં ટોપ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે.
ત્રણ વખત થઈ શકે છે ભારત પાકિસ્તાનની ટક્કર
ભારતીય ટીમની ટક્કર પાકિસ્તાન સામે બે સપ્ટેમ્બરે થશે. આ ભારતની ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ હશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે ભારત અને નેપાળ ટકરાશે. જો ભારતીય ટીમની સાથે પાકિસ્તાન સુપર-4માં પહોંચે છે તો ત્યાં પણ બંને ટીમોની ટક્કર થશે. આ મુકાબલો 10 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાઈ શકે છે. ત્યારબાદ જો બંને ટીમ ફાઈનલમાં પહોંચશે તો 17 સપ્ટેમ્બરે ફરી ટક્કર થશે.
એશિયા કપ 2023 સંપૂર્ણ શેડ્યૂલ
30 ઓગસ્ટ - પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ - મુલતાન
31 ઓગસ્ટ - બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી
2 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી
3 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
4 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ નેપાળ - કેન્ડી
5 સપ્ટેમ્બર - શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
સુપર-4 (તમામ ટીમો ત્રણ મેચ રમશે)
6 સપ્ટેમ્બર - A1 વિ B2 - લાહોર
9 સપ્ટેમ્બર - B1 વિ B2 - કેન્ડી
10 સપ્ટેમ્બર - A1 વિ A2 - કેન્ડી
12 સપ્ટેમ્બર - A2 વિ B1 - દામ્બુલા
14 સપ્ટેમ્બર - A1 વિ B1 - દાંબુલા
15 સપ્ટેમ્બર - A2 વિ B2 - દામ્બુલા
Final
17 સપ્ટેમ્બર - ફાઇનલ - કોલંબો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે