Asia Cup 2022: 6 ટીમો વચ્ચે 13 મેચ, જાણો 15 દિવસ ચાલનારા એશિયા કપની મહત્વની વાતો
એશિયા 2022 (Asia Cup 2022) ની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ એશિયા કપ 2022 (Asia Cup 2022) ની શરૂઆત શનિવારથી થવાની છે. ભારત અને પાકિસ્તાનની (IND vs PAK 2022) ટીમો 28 ઓગસ્ટે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ડેયિમમાં આમને-સામને હશે. તો આ ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ 2022ની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. હકીકતમાં આશરે 2 વર્ષ બાદ એશિયા કપનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાં છેલ્લે 2018માં ટૂર્નામેન્ટ રમાઈ હતી.
ટી20 ફોર્મેટમાં રમાશે એશિયા કપ
એશિયા કપ 2022 ટી20 ફોર્મેટમાં રમાશે. આ પહેલા વર્ષ 2016માં આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાઈ હતી. હકીકતમાં તે વર્ષે ટી20 વિશ્વકપનું આયોજન થવાનું હતું, તેના કારણે એશિયાકપ ઈવેન્ટમાં ફેરફાર કરી ટૂર્નામેન્ટ 20-20 ઓવરની કરવામાં આવી હતી. તો આ વર્ષે પણ ટી20 વિશ્વકપ રમાશે. એટલે એશિયા કપનું આયોજન ટી20 ફોર્મેટમાં કરવામાં આવ્યું છે.
અહીં જોઈ શકો છો લાઇવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ
એશિયા કપ 2022નું લાઇવ બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર આ ટૂર્નામેન્ટ લાઇવ જોવા મળશે. તો ઓનલાઇન સ્ટ્રીમિંગ હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર થશે.
એશિયા કપનો ઈતિહાસ
એશિયા કપના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. તે વર્ષે ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાઈ હતી. એશિયા કપ 1984માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. તો અત્યાર સુધી 14 વખત એશિયા કપનું આયોજન થઈ ચુક્યુ છે. જેમાં સાત વખત ભારતે તો પાંચ વખત શ્રીલંકાએ ટ્રોફી પોતાના નામે કરી છે.
સનથ જયસૂર્યાના નામે એશિયા કપમાં સૌથી વધુ રન
શ્રીલંકાના સનથ જયસૂર્યા એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. જયસૂર્યાએ 25 મેચોમાં 1220 રન બનાવ્યા છે. તો લસિથ મલિંગા આ ટૂર્નામેન્ટનો સૌથી સફળ બોલર છે. એશિયા કપમાં મલિંગાના નામે 14 મેચમાં 20.55ની એવરેજથી કુલ 29 વિકેટ છે.
બે ગ્રુપમાં હશે ટીમો
એશિયા કપ 2022માં કુલ 6 ટીમો રમશે, ત્રણ-ત્રણના ગ્રુપમાં બે ટીમોને રાખવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે.
ગ્રુપ 1- ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ
ગ્રુપ 2- શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે