એશિયા કપમાં ભારતનો પ્રથમ મેચ આજે, થાઈલેન્ડ વિરુદ્ધ 33 વર્ષ બાદ જીત પર નજર

થાઈલેન્ડ વિરુદ્ધ ભારત છેલ્લે 1986મા મર્કોડા કપમાં જીત્યું હતું. 

એશિયા કપમાં ભારતનો પ્રથમ મેચ આજે, થાઈલેન્ડ વિરુદ્ધ 33 વર્ષ બાદ જીત પર નજર

નવી દિલ્હીઃ ભારતીય ફુટબોલ ટીમ રવિવારે એએફસી એશિયન કપમાં થાઈલેન્ડ વિરુદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે. ફીફા રેન્કિંગમાં ભારત 97મા અને થાઈલેન્ડ 118મા સ્થાન પર છે. બંન્ને ટીમો નવ વર્ષ બાદ એકબીજા સાથે ટકરાશે. ગત વખતે થાઈલેન્ડે ભારતને બે મેચમાં 2-1 અને 1-0ના અંતરથી હરાવ્યું હતું. તો ભારતીય ટીમ 33 વર્ષથી થાઈલેન્ડને હરાવી શકી નથી. ભારતની છેલ્લી જીત 1986મા મર્ડેકા કપ દરમિયાન કુઆલાલંપુરમાં થઈ હતી. 

થાઈલેન્ડનું પલડું ભારત પર ભારે છે બંન્ને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 24 મુકાબલા રમાયા છે, જેમાં થાઈલેન્ડે 12 મેચ જીતી છે. તો ભારતીય ટીમને માત્ર પાંચમાં જીત મળી છે. સાત મેચ ડ્રો રહી છે. 

આ સમય હુનર દેખાડવાનોઃ ભારતીય કોચ
ભારતીય ટીમના મુખ્ય કોચ સ્ટીફેન કોન્સટેન્ટાઇને કહ્યું, ટીમના ખેલાડી ટૂર્નામેન્ટની શરૂઆત જીતથી કરવા માટે ઉત્સાહિત છે. આ સમય અમારી પ્રતિભા દેખાડવાનો છે. અમારા યુવા ખેલાડીઓને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે. 
 
1964 રનર્સઅપ રહ્યું હતું ભારત
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ચોથીવાર ઉતરશે. ભારત 1956થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં 1964મા પ્રથમવાર રમ્યુ હતું. તે ત્યારે રનર્સઅપ રહ્યું હતું. ત્યારબાદ ભારત 1984મા 10 અને 2011મા 16મા સ્થાને રહ્યું હતું. 

બંન્ને ટીમો આ પ્રકારે છે
ભારતઃ ગોલકીપર - ગુરપ્રીત સિંહ સંધૂ, વિશા કૈથ, અમરિંદર સિંહ. 
ડિફેન્ડરઃ પ્રીતમ કોટલ, સાર્થક ગોલુઈ, સંદેશ ઝિંગન, અનસ એદાથોડિકા, સલામ રંજન સિંહ, સુભાશીષ બોસ અને નારાયણ દત્ત.
મિડફીલ્ડરઃ ઉદાંતા સિંહ, જૈકીચંદ સિંહ, જર્મનપ્રીત સિંહ, પ્રણય હલધર, અનિરૂદ્ધ થાપા, વિનીત રાય, રોવલિન બોર્ગેસ, આશિક કરૂનિયન અને હાલીચરણ નાર્જરી. 
ફોરવર્ડઃ સુમિત પસ્સી, બલવંત સિંહ, સુનીલ છેત્રી અને જેજે લાલપેલુઆ. 

થાઈલેન્ડઃ ગોલકીપર- ચાતચાઈ બુદપ્રોમ, સારાનોન એનુઈન, સિવારાક તેદસુંગનોએન.
ડિફેન્ડરઃ થીરોથોન બુનમાથન, ચાલેર્મપોંગ કર્દકાએઉ, એડિસોર્ન પ્રોમાર્ક, પાન્સા હેમવિબૂન, કોરાકોટ, વિલિયાઉદોમિસ્રી, સુફન થોન્ગસોન્ગ, મિકા ચુનુઓન્સી, ત્રિસ્તન ડૂ. 
મિડફીલ્ડરઃ સારાલાક હઈપ્રખોન, સુમાન્ય પુરીસઈ, થિતિપાન પુઆન્ચાન, સનરાવત દેચમિત્ર, તાનબૂન કેસારાત, ચાનાથિમ સોંગક્રિન, પોક્કાલાવ અનાન. 
ફોરવર્ડઃ એદિસાક ક્રાઇસોન, તીરાસિહ દાંગદા, ચાનન પોમ્બુપ્ફા, સિરોચ ચઠોન્ગ, સુપાચઈ જૈદીદ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news