ક્રિકેટ માટે કેવું રહ્યું વર્ષ 2019, એક વીડિઓમાં જુઓ તમામ રેકોર્ડ્સ
ક્રિકેટમાં વર્ષ 2019માં ઘણા કીર્તિમાન રચાયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષના મુખ્ય રેકોર્ડને એક વીડિયોમાં ભેગા કર્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટમાં આંકડા અને રેકોર્ડ્સનું શું કહેવું. 2019માં પણ ઘણા તીર્કિમાન રચાયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષના મુખ્ય રેકોર્ડને એક વીડિયોમાં શણગાર્યા છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયોને શેર કર્યાં છે અને લખ્યું છે- 2019માં ક્રિકેટની અવિસ્મરણીય યાદો. તમને કઈ પસંદ છે? અમારી આ છે...
1. 7 જાન્યુઆરી- ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતી.
2. 26 જાન્યુઆરી- નેપાળના રોહિત પૌડેલ (16 વર્ષ 146 દિવસ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં અડધી સદી ફટકારનાર પુરૂષ ક્રિકેટર બન્યો.
3. 28 જાન્યુઆરી- પારસ ખડકા વનડે આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનાર નેપાળનો પ્રથમ ક્રિકેટર બન્યો.
4. 1 ફેબ્રુઆરી- મિતાલી રાજ 200 વનડે આંતરરાષ્ટ્રીય રમનાર પ્રથમ મહિલા ખેલાડી બની.
5. 23 ફેબ્રુઆરી- શ્રીલંકાની ટીમ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ (2-0) જીતનારી પ્રથમ એશિયન ટીમ બની.
6. 24 ફેબ્રુઆરી- અફાનિસ્તાને પુરૂષોના ટી20નો સૌથી મોટો સ્કોર બનાવ્યો. તેણે આયર્લેન્ડ વિરુદ્ધ 278 રન બનાવ્યા.
7. 18 માર્ચ- અફઘાનિસ્તાને આયર્લેન્ડને હરાવી પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં જીત હાસિલ કરી.
8 23 માર્ચ- નાઇઝીરિયા (અન્ડર-19)એ પ્રથમવાર વિશ્વકપ માટે ક્વોલિફાઇ કર્યું.
9. 27 એપ્રિલ-પુરૂષોના વનડે આંતરરાષ્ટ્રીયમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની ક્લેયર પોલોસૈક.
10. 18 જૂન- ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગને વિશ્વકપ દરમિયાન એક ઈનિંગમાં સર્વાધિક છગ્ગા (17 છગ્ગા) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.
11. 20 જૂન- યુગાન્ડાની મહિલા ટીમે ટી20નો સૌથી મોટો સ્કોર (314 રન) બનાવ્યો.
12. 27 જૂન- વિરાટ કોહલી સૌથી ઝડપી 20000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બન્યો.
13 13 જુલાઈ- રોહિત શર્માએ કોઈ એક વિશ્વકપમં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે 5 સદી ફટકારી.
14. 11 જુલાઈ- મિશેલ સ્ટાર્કે વિશ્વકપમાં 27 વિકેટ ઝડપીને ગ્લેન મેક્ગ્રાને પાછળ છોડ્યો.
2️⃣0️⃣1️⃣9️⃣ leaves us with unforgettable cricketing memories!
Which is your favourite?
Watch our 2019 rewind below ⏪ pic.twitter.com/2vXyotmMts
— ICC (@ICC) December 31, 2019
15. 14 જુલાઈ- ઈંગ્લેન્ડ પ્રથમવાર વિશ્વકપ જીત્યું. બાઉન્ડ્રીની ગણતરીના આધારે તેણે ન્યૂઝીલેન્ડને હરાવી વિશ્વકપ પર કબજો કર્યો.
16. 21 જુલાઈ- ઓસ્ટ્રેલિયા મહિલાએ એશિઝ પર કબજો યથાવત રાખ્યો નવમી વખત જીતી ટ્રોફી.
17. 1 ઓગસ્ટ- શર્ટ નંબર અને નામથી સાથે પ્રથમવાર ટેસ્ટ મેચ રમવા ઉતર્યા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ.
18. 25 ઓગસ્ટ- બેન સ્ટોક્સે 135 રનની અણનમ અવિશ્વસનીય ઈનિંગ રમીને ઈંગ્લેન્ડને વિજય અપાવ્યો.
19. 5 સપ્ટેમ્બર- થાઈલેન્ડની મહિલાઓએ ટી20 વિશ્વકપ-2020 માટે ક્વોલિફાય કરી ઈતિહાસ રચ્યો.
20. 6 સપ્ટેમ્બર- લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20માં 4 બોલમાં 4 વિકેટ ઝડપી.
21. 11 સપ્ટેમ્બર- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રિક ઝડપનાર પ્રથમ મહિલા બોલર બની ઓસ્ટ્રેલિયાની મેગન શટ.
22. 15 સપ્ટેમ્બર- ઓસ્ટ્રેલિયાએ એશિઝ પર કબજો જાળવ્યો, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો સ્મિથ.
23. 2 ઓક્ટોબર- એલિસા હીલીએ મહિલાઓની ટી20 આંતરરાષ્ટ્રીયમાં અણનમ 148 રનની ઈનિંગ રમી. જે રેકોર્ડ છે.
24. 9 ઓક્ટોબર- ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત 18મી વનડે જીત હાસિલ કરી.
25. 27 ઓક્ટોબર-એનજી (પાપુઆ ન્યૂ ગિની)એ પ્રથમવાર આઈસીસી વિશ્વકપ માટે ક્વોલિફાઇ કર્યું.
26. 10 નવેમ્બર- દીપક ચહરે 7 રન આપીને 6 વિતેટ ઝડપી અને પુરૂષ ટી20માં રેકોર્ડ બનાવ્યો.
27. 22 નવેમ્બર- ભારતે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મેળવી, કોલકત્તામાં બાંગ્લાદેશને હરાવ્યું.
28. 30 નવેમ્બર- ડેવિડ વોર્નરે એડિલેડ ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 335 રન ફટકાર્યા.
29. 2 ડિસેમ્બર- નેપાળની અંજલી ચંદે મહિલાઓની ટી20 આંતરરાષ્ટ્રીયમાં રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી. તેણે માલદીવ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી.
30. 11 ડિસેમ્બર- પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થઈ.
31. ભારતે નંબર-1 ટેસ્ટ ટીમની સાથે વર્ષનું કર્યું સમાપન.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે