Vastu Tips: શ્રાવણ મહિનામાં રોપો આ છોડ, ખૂલી જશે બંધ કિસ્મતના દ્વાર, થશે ફાયદો જ ફાયદો

Vastu for plants: શ્રાવણ મહિનો શિવની ભક્તિની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ. સાથે સાથે આ મહિનો નવા જીવનની શરૂઆતનો મહિનો પણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન છોડ રોપવાથી પુણ્ય તો મળે જ છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. આજે આપણે જાણીએ છીએ કે આ મહિનામાં કયા છોડ સૌથી વધુ ફાયદાકારક છે.

Vastu Tips: શ્રાવણ મહિનામાં રોપો આ છોડ, ખૂલી જશે બંધ કિસ્મતના દ્વાર, થશે ફાયદો જ ફાયદો

plants for money and prosperity: પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન આવતા વ્રત-તહેવારોમાં વૃક્ષ અને છોડની પૂજાનું વિશેષ મહાત્મય હોય છે. આ સમય દરમિયાન કેટલાક ખાસ છોડ વાવવામાં આવે તો વ્યક્તિનું જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ બની શકે છે. શ્રાવણ મહિનો શિવની ભક્તિની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ. સાથે સાથે આ મહિનો નવા જીવનની શરૂઆતનો મહિનો પણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન છોડ રોપવાથી પુણ્ય તો મળે જ છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. આજે આપણે જાણીએ છીએ કે આ મહિનામાં કયા છોડ સૌથી વધુ ફાયદાકારક છે.

શ્રાવણ મહિનામાં વાવો આ છોડ:

તુલસીનો છોડઃ તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો અને શુભ માનવામાં આવે છે. હિંદુધર્મના મોટાભાગના લોકોના ઘરમાં તુલસીનો છોડ રોપેલો હોય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા તમે બીજો તુલસીનો છોડ રોપવા માંગો છો, તો આ માટે શ્રાવણ મહિનો સૌથી શુભ છે. આ છોડની નીચે રોજ દીવો કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પરિવાર સ્વસ્થ રહે છે.

દાડમનો છોડ: શ્રાવણ મહિનામાં દાડમનો છોડ રોપવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે, છોડ રાત્રીના સમયે વાવવો જોઈએ. તેને ઘરની સામે રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

કેળાનો છોડ: એકાદશી અથવા શ્રાવણ મહિનાનાં ગુરુવારે કેળાના રોપવા વાવી શકાય. ઘરમાં કેળાનું વૃક્ષ વાવવું વાસ્તુની દ્રષ્ટિએ શુભ નથી, પરંતુ ઘરની પાછળ અથવા છતની પાછળ તેને રોપવામાં કોઈ નુકસાન નથી. વૃક્ષ વાવ્યા બાદ તેને દરરોજ જળ આપો. તેનાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. સાથે જ, ગુરુ ગ્રહ કુંડળીમાં મજબૂત બનશે.

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

ક્લસ્ટર ફિગઃ જ્યોતિષશાસ્ત્રમાં ક્લસ્ટર ફિગ વૃક્ષને ચમત્કારીક વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં એક ક્લસ્ટર ફિગ છોડ વાવવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

લજામણીનો છોડઃ શ્રાવણ મહિનાના શનિવારે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ લજામણીનો છોડ લગાવો. આ છોડ લગાવવાથી શનિ દોષમાંથી રાહત મળે છે અને માં લક્ષ્મીની કૃપા થાય છે.

પીપળાનો છોડ: શ્રાવણ મહિનાના ગુરુવારે પીપળાનો છોડ લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે. પીપળાના છોડને ભૂલથી પણ ઘરમાં ન લગાવો. આ વૃક્ષને બગીચામાં, મંદિર પાસે તથા રસ્તાની બાજુમાં વાવવામાં આવે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ સિવાય કેટલાક લોકો પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news