તરતા પથ્થરોથી બનાવેલા રામસેતુ કેવી રીતે સમુદ્રમાં ડૂબ્યો, નાસાએ પણ કર્યો છે મોટો દાવો
How did Ramsetu Sink : રામાયણમાં તરતા પથ્થરોથી ભગવાન રામે બનાવેલો રામસેતુ ક્યા ગાયબ થયો, રહસ્યમયી છે કહાની
Trending Photos
Ramsetu Real Facts: રામાયણના કિસ્સાઓ ભારતીયોને મોઢે યાદ છે. રામાયણ એક એવો ગ્રંથ છે જેમાં વર્ણાવાયેલી બાબતો આજે પણ માણસો માટે રહસ્યમયી છે. રાવણનો વિમાનનો ઉપયોગ, રામસેતુ એ આધુનિક વિજ્ઞાન છે, તેની કલ્પના હજારો વર્ષો પહેલા કેવી રીતે કરવામાં આવી હતી. રામાયણનું વધુ એક સત્ય છે રામસેતુ. જે હજારો વર્ષો બાદ પણ એક કોયડો બન્યો છે.
શ્રીરામે લંકા પર આક્રમણ કરવા માટે રામસેતનું નિર્માણ કર્યું હતું. તેમની વાનર સેનાએ સમુદ્રમાં પથ્થર ફેંકીને રામ સેતુ બનાવ્યો હતો, જેના બાદ આ પુલ સમુદ્રમાં ડૂબી ગયો હતો. જે આજે પણ એક રહસ્ય છે.
રામજીએ નળ અને નીલ નામના બે વાનરોની મદદથી સમુદ્ર પર પુલ બનાવ્યો હતો. વાલ્મીકી રામાયણ અનુસાર, આ પુલ પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો, જે પાણી પર તરતા હતા.
રામ સેતનું નિર્માણ જ્વાળામુખીના પથ્થરમાંથી કરવામાં આવ્યુ હતું. કારણ કે, આ પથ્થર પાણીમાં તરે છે. પરંતુ બાદમાં એવુ તો શું થયું કે સમુદ્રમાં આ પુલ ડૂબી ગયો હતો.
રામે ધનુષકોડીથી શ્રીલંકા સુધી પુલનું નિર્માણ કર્યુ હતું. આપુલને નોલા નામાન એક વાનરની દેખરેખમાં માત્ર પાંચ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો. વાલ્મીકી દ્વારા લિખિત રામાયણમાં ઉલ્લેખ કરાયો છે કે, આ પુલની લંબાઈ 100 યોજન અને પહોળાઈ 10 યોજન હતી.
1993 માં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ સેટેલાઈટની એક તસવીર જાહેર કરી હતી. જેમાં ભારતમાં ધનુષકોડી અને શ્રીલંકામાં પમ્બન વચ્ચે 48 કિલોમીટર લાંબો ભૂમિ વિસ્તારથી સમુદ્રમાં કેટલાક ફીટ ઊંડો પુલ જોવા મળ્યો હતો.
દાવો છે કે, આ જમીન અસલમાં રામસેતુ છે. પુરાતત્ત્વવિદોની શોધ બાદ એ મળ્યુ કે, રામસેતુના પથ્થર 7000 વર્ષ જૂના છે અને જે રેતીમાં આ પથ્થર સચવાયેલા છે, તે 4000 વર્ષ જુની છે.
પહાડી અને રેતી વચ્ચેની ઉંમરમાં અસમાનતા સાબિત કરે છે કે, સમુદ્રની નીચે પહાડી પ્રાકૃતિક રીતે બની ન હતી અને 1480 માં આવેલા એક વિનાશકારી ભૂકંપમાં પુલ આંશિક રીતે સમુદ્રમાં સમાઈ ગયો હતો.
કંબન રામાયણ અનુસાર, વિભીષણના અનુરોધ પર રામજીએ રામસેતુને સમુદ્રમાં થોડા ફીટ અંદર સુધી મોકલી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે