સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો
salangpur mural controversy : બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો...સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી...
Trending Photos
salangpur hanuman distortion : સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંતો અને ભક્તોના ઉગ્ર બનેલો વિવાદ હવે શાંત થાય તેવા પ્રયાસ દેખાયા છે. હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવાશે તેવો નિર્ણય સાળંગપુર મંદિર દ્વારા લેવાયો છે. બે દિવસમાં ચિત્રો હટાવવાની બાહેંધરી અપાઈ છે. સાળંગપુર મંદિરમાં સાધુઓ સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો સમય માંગ્યો છે. કોઠારી સ્વામીએ આ અંગે બાહેંધરી આપી છે,
વિવદિત ચિત્રો બે દિવસમાં હટાવાશે
સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે તમામને રોકી લીધા હતા અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સ્વામિનારયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંતોએ બે દિવસમાં નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ મુદ્દે સનાતની સાધુઓ પાસે સ્વામિનારાયણ સંતોએ બે દિવસનો સમય માંગ્યો છે. બેઠકમાં સુખદ સમાધાન લાવવા અંગે વાતચિત કરવામાં આવી હતી.
બરવાળાના સાધુ સંતોની સાળંગપુરના કોઠારી સાથે મળેલી બેઠક પૂર્ણ થઈ છે. બંધબારણે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સનતન સાધુ સંતોને મંદિરના કોઠારીએ આશ્વાસન આપ્યું. બે દિવસમાં ભીતચિત્રો હટાવી લેશું તેવું આશ્વસન સાળંગપુર મંદિરના સંચાલક સંતો દ્વારા બેઠકમાં ગયેલ મહામંડલેશ્વર જગદેવદાસજી બાપુ તેમજ ભરતદાસબાપુ ગોંડલીયા સહિતના સંતો દ્વારા આપવામાં આવ્યું. જોકે સાળંગપુર મંદિરના ભીત ચિત્રોનો વિવાદ તોડફોડ સુધી પહોંચ્યો અને સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આમ છતાં સાળંગપુરના સંતોનું ભેદી મૌન જોવા મળ્યું. આજે મળેલી બેઠક બાદ પણ સાળંગપુર મંદિરના સંતો હજુ પણ મીડિયા સામે આવવા તૈયાર નથી. ત્યારે આ બેઠકને લઈને શું ખરેખર બે દિવસમાં ભીતચિત્ર હટી જશે તેવા સવાલો ઊભા થયા છે.
"સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણો મોક્ષ નથી..." સાધુ-સંતોની બેઠકમાં આ સંતે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે શું કહ્યું...?#sarangpurmandir #salangpur #salangpurhanumanji #kashtbhanjandev #hanumanji #swaminarayan #controversy #ZEE24KALAK #botad pic.twitter.com/D1VwITZih2
— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2023
સાળંગપુરમાં મંદિરમાં હનુમાનજી દાસ હોય તેવા શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. ત્યારે સનાતનના સંતોએ વિવેકસાગર સ્વામી સાથે મુલાકાત કરી હતી. સનાતના સંતોના પ્રતિનિધિ મંડળે સ્વામી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ સંતોના પ્રતિનિધિ મંડળે મીડિયાને આ ચિત્રો હટાવવાની માહિતી આપી હતી. શિલ્પચિત્રોની સાથે પુસ્તકમાંથી પણ વિવાદીત ચિત્રો હટાવવા માંગ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક પુસ્તકોમાં વિવાદીત ચિત્રણ છે. ભગવાનને નીચા દેખાડતું તમામ લખાણ હટાવવા પણ માંગ કરાઈ છે. સનાતન સંતોની મળેલી બેઠકમાં માંગ કરવામાં આવી છે.
લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભીતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો છે. આ સાથે ઉમેર્યું કે, કોઠારી સ્વામીજીએ અમને બાહેંધરી આપી છે. જોકે હવે જોવું એ રહ્યું કે, આ બે દિવસમાં ભીતચિંત્ર હટશે કે નહિ ?
આજની સાધુ-સંતોની બેઠકમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ આજે કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોનો બહિષ્કાર કર્યો છે. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સભા દરમિયાન 11 ઠરાવો પસાર કરાયા છે. ધીરેન્દ્ર બાપુએ આ ઠરાવો અંગે માહિતી આપી હતી. સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણના સંતો સાથે નહીં બેસે, 5 સપ્ટેમ્બરે લિંબડીમાં દેશભરના સાધુ-સંતો રણનીતિ ઘડવા ભેગા થશે.
સાળંગપુરમાં ભિંતચિત્રોનો વિવાદ: "હનુમાન દાદાની પૂંછ સળગાવી છે તો હવે લંકા બળશે"#sarangpurmandir #salangpur #salangpurhanumanji #kashtbhanjandev #hanumanji #swaminarayan #controversy #ZEE24KALAK #botad pic.twitter.com/nuz6CUYQ8m
— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2023
સાધુ-સમાજની બેઠકમાં મહત્વના નિર્ણય
- ધર્મ આંદોલન દુનિયામાં ન ફેલાય તેની જવાબદારી ગુજરાત-કેન્દ્ર સરકારની છે
- સનાતન ધર્મના સાહિત્યનો ઉપયોગ કરનારને સજાની જોગવાઈનો કાયદો બને
- સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ જગ્યાએ સનાતન ધર્મના દેવી કે દેવતાઓનું સ્થાપન કરવું જોઈએ
- સનાતન ધર્મના દેવી કે દેવતાઓનો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રવચનમાં ઉલ્લેખ ન કરે
- શ્રીમદ ભાગવત પુરાણ, રામચરિત માનસ કે હનુમંત કથા વગેરેનો ઉપયોગ ન કરે
- જ્યાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો છે તે કાયમી ધોરણે દૂર કરવા
- સહજાનંદ સ્વામીને સર્વોપરી બનાવવાનો પ્રયાસ થયો છે તેવા ચિત્રો દૂર કરવા
- સનાતન ધર્મની સંસ્થામાં સ્વામિનારાયણ સંતો હોદ્દા પર હોય તો રાજીનામું આપી દે
- ધર્મસભામાં માતાજી કે સાધ્વી બહેનોને સ્ટેજ પરથી નીચે ઉતરવાનું કહી અપમાન ન કરવું
- સનાતન ધર્મના સંતો ખોટા છે તેવું કહી પોતાની લીટી મોટી કરવાનો ખોટો પ્રયાસ ન કરવો
- ક્યારેય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આમંત્રણને સ્વીકારશે નહીં
- સ્વામિનારાયણ મંદિરમાં આજથી કોઈએ જવું નહીં, ધર્મસ્થળોએ પ્રલોભન આપે તો પણ જવું નહીં
- સનાતન ધર્મના ગુરુઓ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ટેજ પર નહીં જાય
સાળંગપુર સામે સાધુ-સંતો આકરા પાણીએ, સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા
શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે