Budh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલ

Budh Shukra Yuti: બુધ ગ્રહ અને શુક્ર ગ્રહે દ્વિદ્વાદશ યોગ બનાવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વિદેશયાત્રાના યોગ સર્જાય છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના હોય છે. આ બધા જ લાભ આવનાર સમયમાં 3 રાશિના લોકોને મળી શકે છે.

Budh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલ

Budh Shukra Yuti: નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ રહ્યો. 30 નવેમ્બરથી શુક્ર અને બુધ ગ્રહ અત્યંત શુભ યોગ બનાવ્યો છે. વૈદિક જ્યોતિષ ગણિત અનુસાર આ યોગ ત્યારે બને છે જ્યારે બુધ અને શુક્ર એકબીજાથી 30 ડિગ્રી પર સ્થિત હોય. જ્યારે કુંડળીમાં બે ગ્રહ એકબીજાથી બીજા અને બારમા ભાવમાં હોય છે ત્યારે દ્વિદ્વાદશ  યોગ બને છે. 

જ્યોતિષશાસ્ત્રમાં બીજો ભાવ ધન અને બારમો ભાવ વિદેશ યાત્રા સંબંધિત માનવામાં આવે છે. દ્વિદ્વાદશ યોગમાં વ્યક્તિ વિદેશ યાત્રા પર જઈ શકે છે અને આ દરમિયાન ધન લાભ થવાની સંભાવના પણ વધી જાય છે જ્યારે બુધ અને શુક્ર આ યોગ બનાવે છે તો ધન લાભ વિદેશ યાત્રા અને સુખ સમૃદ્ધિ મળવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આમ તો આ યોગની અસર બધી જ રાશિ પર પડશે પરંતુ મેષ સહિત ત્રણ રાશીના લોકોનું ભાગ્ય ચમકી શકે છે અને ટૂંક સમયમાં જ તેઓ માલામાલ થઈ શકે છે. 

મેષ રાશિ 

મેષ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ મળવાની સંભાવના. કામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને અધિકારીઓની પ્રશંસા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદેશમાં નોકરી શોધી રહ્યા હતા તો સફળતા મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. વિદેશ સંબંધિત વેપાર નફો કરાવશે ધન લાભ થઈ શકે છે. પારિવારિક સંબંધ મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. 

તુલા રાશિ 

તુલા રાશિના લોકોને નોકરીમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ થશે. કામ પ્રત્યે સમર્પિત રહેવાથી સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદેશ યાત્રાનું સપનું પૂરું થઈ શકે છે. વેપારિક સંબંધોમાં લાભ થશે. શેર માર્કેટથી લાભ થવાની સંભાવના. લવ લાઈફ સુખદ રહેશે. અપરણિત લોકોના વિવાહના યોગ બની રહ્યા છે. વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે 

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. પાર્ટનરશીપથી લાભ થશે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. વિદેશ સંબંધિત વેપારથી જબરદસ્ત ફાયદો થવાની શક્યતા. અચાનક ધન લાભ થઈ શકે છે. એટલું ધન આવશે કે ગણતા ગણતા થાકી જશો. પૈતૃક સંપત્તિથી આવક વધશે. રોકાણની ઈચ્છા પૂરી થશે. રિલેશનશિપને લઈને સારો સમય. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. વિદેશમાં લગ્નના યોગ બની રહ્યા છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news