Budh Double Gochar 2025: જાન્યુઆરી મહિનામાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ

Budh Double Gochar 2025: જાન્યુઆરી 2025 બુધ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. જાન્યુઆરી મહિનાની શરુઆતમાં અને અંતમા બુધ ગ્રહ બે વખત રાશિ બદલશે. એક જ મહિનામાં 2 વખત રાશિ બદલી બુધ ગ્રહ 5 રાશિઓને માલામાલ કરી શકે છે.

Budh Double Gochar 2025: જાન્યુઆરી મહિનામાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ

Budh Double Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, સંવાદ, વેપાર, મિત્રતા, ધન અને તર્કશક્તિનો કારક ગ્રહ છે. બુદ્ધિ અને વાણીના દેવતા બુધ જ્યારે રાશિ કે નક્ષત્ર બદલે છે તો દરેક વ્યક્તિના જીવનના આ ક્ષેત્રોને અસર થાય છે. સૌથી વધારે બુધ રાશિ પરિવર્તન કરે ત્યારે ભૌતિક ક્ષમતા, વ્યવસાયિક મામલા અને સંચાર કૌશલને અસર થાય છે. જાન્યુઆરી 2025 બુધ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. જાન્યુઆરી મહિનામાં બુધ બે વખત રાશિ પરિવર્તન કરશે. તો ચાલો જાણીએ વર્ષ 2025 ના પહેલા મહિનામાં બુધ ક્યારે અને કઈ રાશિમાં પ્રવેશ કરશે ? 

જાન્યુઆરી 2025 માં બુધનું ડબલ ગોચર 

જ્યોતિષ ગણિત અનુસાર બુધ ગ્રહ 4 જાન્યુઆરી અને શનિવારે વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિના સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે. ત્યાર પછી શુક્રવાર અને 24 જાન્યુઆરી 2025 ના રોજ બુધ ગ્રહ ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં ગોચર કરશે. જાન્યુઆરી મહિનામાં થનાર બુધનું ડબલ ગોચર 5 રાશિના લોકોને અસર કરશે. 

બુધના ડબલ ગોચરની રાશિઓ પર અસર 

વૃષભ રાશિ 

બુધ ગ્રહનું ડબલ ગોચર વૃષભ રાશિના લોકોને આર્થિક પ્રગતિ કરાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રોકાણથી લાભ થશે. વેપાર સંબંધિત બાબતોમાં નવી યોજનાઓ સફળ રહેશે. ભાગીદારી માટે સમય અનુકૂળ. પરિવારના સભ્યો સાથે વાતચીત સુધરશે. જુના વિવાદનું સમાધાન નીકળી શકે છે. 

મિથુન રાશિ 

મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે. જાન્યુઆરીમાં બુધના રાશિ પરિવર્તનથી વિદ્યાર્થીઓ માટે શુભ સમય શરૂ થશે. નવી વસ્તુઓ શીખવાની ક્ષમતા વધશે. વાણી પ્રભાવશાળી બનશે. બુધનું ગોચર યાત્રાના યોગ બનાવશે. વેપાર, શિક્ષણ સંબંધિત યાત્રા લાભકારી સિદ્ધ થશે. આત્મવિશ્વાસ વધશે. 

કન્યા રાશિ 

બુધનું ડબલ ગોચર કન્યા રાશિ માટે કારકિર્દીની દ્રષ્ટિએ શુભ રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. જીવનશૈલીમાં સુધારો આવશે. અચાનક ધન લાભ થઈ શકે છે. જેના કારણે નાણાકીય સ્થિતિ સુધરશે. 

તુલા રાશિ 

બુધનું ડબલ ગોચર તુલા રાશિ માટે પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા લાવશે. સંબંધો સુધરશે. કલા, લેખન અને ડિઝાઇનિંગ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સારો સમય. નવા સંપર્કો માટે અનુકૂળ સમય. ભાગીદારીમાં ચાલતા વેપારમાં લાભ થશે. 

મકર રાશિ 

દૂધનું ડબલ ગોચર મકર રાશિને કારકિર્દીમાં નવી દિશા દેખાડશે. મહેનતનું ફળ મળશે. ઉચ્ચ અધિકારીઓ સરાહના કરશે. કરજ ચુકવાશે. આવક વધવાથી આર્થિક પક્ષ મજબૂત થશે. કાર્ય સ્થળ પર મહત્વ મળશે. બુધના પ્રભાવથી આ રાશિના લોકો પોતાની વાત પ્રભારી ઢંગથી લોકો સામે પ્રસ્તુત કરી શકશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news