Shukra Gochar 2025: 1 ફેબ્રુઆરીથી 5 રાશિઓ ભોગવશે રાજા જેવો વૈભવ, ધનના દેવતા શુક્ર કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ
Shukra Gochar 2025: 1 ફેબ્રુઆરી 2025 થી કેટલીક રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને હશે. આ દિવસે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે અને સાથે જ આ રાશિઓનું જીવન પણ બદલી જશે. આ રાશિઓ રાતોરાત માલામાલ પણ થઈ શકે છે.
Trending Photos
Shukra Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈભવ અને ધનના દાતા શુક્ર જ્યારે કોઈપણ મહેરબાન થાય છે તો તેના જીવનમાં સુખ-સુવિધાની કોઈ ખામી રહેતી નથી. શુક્રની કૃપાથી વ્યક્તિ રાજા જેવું સુખ ભોગવી શકે છે. શુક્ર ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિ રોમેન્ટિક અને ધનવાન હોય છે. શુક્ર જ્યારે રાશિ કે નક્ષત્ર બદલે છે ત્યારે મેષથી લઈને મીન સુધીની દરેક રાશિ પર શુભ અશુભ પ્રભાવ પડે છે. શુક્ર કોઈપણ રાશિમાં 26 દિવસ અને નક્ષત્રમાં 11 દિવસ ગોચર કરે છે. શુક્રના ગોચરના આ દિવસો વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલી શકે છે.
પંચાંગ અનુસાર 4 જાન્યુઆરી અને 17 જાન્યુઆરી પછી શુક્ર ગ્રહ 1 ફેબ્રુઆરીએ નક્ષત્ર પરિવર્તન કરશે. 1 ફેબ્રુઆરી અને શનિવારે શુક્ર શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે. 26 નક્ષત્રમાં આ નક્ષત્ર 26 નંબર પર આવે છે. વૈભવ, વિલાસતા અને ધનનો કારક શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે એટલે આ રાશિઓનું જીવન પણ બદલી જશે.
મેષ રાશિ
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોને શુભ ફળ મળશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. લોકોને તમે પોતાની વાતોથી આકર્ષક કરી શકશો. લોકોનો સાથ મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. બગડેલા સંબંધો સુધારવાના પ્રયત્ન પડશે. મન પ્રસન્ન રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ અને ફળદાયી રહેશે. સમય અનુકૂળ હશે. આર્થિક ઉન્નતિ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. મોટા પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થશે. આવક વધશે. અટકેલા કામ પુરા થશે. વૈવાહિક જીવનમાં ખૂબ હાલી રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ શુક્રનું નક્ષત્ર પરિવર્તન ફાયદા કારક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. માનસિક અને શારીરિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. ધનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સુધરશે. મન પર કંટ્રોલ રાખવો નહીં તો સમસ્યા વધી શકે છે. નોકરી કરતા લોકો માટે ઉત્તમ સમય. લવ લાઈફ સારી રહેશે.
મકર રાશિ
મકર રાશિ માટે પણ શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે. આર્થિક શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો થશે. સમય સારો રહેશે. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય. પાર્ટનર સાથે ફરવા જવાનું પણ થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે.
કુંભ રાશિ
શનિનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિને પણ લાભ કરાવશે. સુખ-સુવિધાનો આનંદ લઈ શકો છો. જીવનમાં લક્ઝરીનો અનુભવ થશે. આર્થિક વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત થશે. ધન સંપત્તિમાં વધારો થશે. નોકરી કરતા લોકોનું કાર્યક્ષેત્રમાં સન્માન વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે