Relationship Tips: લવ મેરેજમાં લગ્ન પછી પ્રેમ ઓછો શા માટે થઈ જાય છે ? જાણો ચોંકાવનારા કારણો
Relationship Tips: લવ મેરેજ કરનાર ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે તેમની વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી. બે વ્યક્તિ એ જ હોય છે પરંતુ લગ્ન પહેલા જેવો પ્રેમ પછી રહેતો નથી. આમ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. આ ચોંકાવનારા કારણો વિશે આજે તમને જણાવીએ.
Trending Photos
Relationship Tips: જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં હોય તો તે એકબીજના થવા માટે સપના જુએ છે. જ્યારે આ સપનું પુરું થઈ જાય એટલે કે વ્યક્તિ જેને પ્રેમ કરે તેની સાથે જ તેના લગ્ન થઈ જાય તો જીવન સ્વર્ગ સમાન સુંદર બની જાય છે. પરંતુ આ સપનું થોડા સમયમાં ધુંધળું થવા લાગે છે. લવ મેરેજ કરનાર કપલને થોડા સમયમાં પોતાનો પ્રેમી કે પ્રેમિકા બદલાય ગયાનો અનુભવ થવા લાગે છે.
લવ મેરેજ કરનાર ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે તેમની વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી. બે વ્યક્તિ એ જ હોય છે પરંતુ લગ્ન પહેલા જેવો પ્રેમ પછી રહેતો નથી. આમ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. આ ચોંકાવનારા કારણો વિશે આજે તમને જણાવીએ.
જવાબદારી
લગ્ન ભલે પ્રેમી સાથે થયા હોય પરંતુ લગ્ન પછી તેના પર જવાબદારી વધી જાય છે. ઘરની જવાબદારી, ઘર ચલાવવાની જવાબદારીનું પ્રેશર વધી જાય છે. લગ્ન પહેલા બિંદાસ્ત જીવન લગ્ન પછી જીવી શકાતું નથી તેથી વ્યક્તિના સ્વભાવમાં ફેરફાર થાય છે.
સમયનો અભાવ
જ્યારે બે વ્યક્તિ પ્રેમ સંબંધમાં હોય છે ત્યારે એકબીજા સાથે વધારે સમય પસાર કરતા હોય છે. પરંતુ લગ્ન પછી જવાબદારીઓ પુરી કરવાની હોવાથી એકબીજા માટે એટલો સમય રહેતો નથી. તેથી સમયનો અભાવ પણ પ્રેમમાં ખૂટે છે.
વધારે અપેક્ષાઓ
લગ્ન પહેલા પ્રેમી અને પ્રેમિકા એકબીજા માટે એટલી બધી અપેક્ષાઓ રાખે છે. એટલા સપના જોઈ લે છે કે લગ્ન પછી જ્યારે તે અપેક્ષા પુરી થતી નથી તો લવર્સને લાગે છે કે પાર્ટનર લગ્ન પછી બદલી ગયા છે. ઘણા કેસમાં અપેક્ષા પુરી ન થવાથી વ્યક્તિને વિશ્વાસ પ્રેમ પરથી ઉઠી જાય છે.
નેગેટિવ સાઈડ સામે આવવી
લગ્ન પહેલા થોડા સમય માટે એકબીજાને મળવાનું થાય છે. આ સમય દરમિયાન બંને વ્યક્તિ પોતાના બેસ્ટ મોડ માં હોય છે. એકબીજા સામે સારી રીતે જ વર્તન કર્યું હોય છે. એકબીજાને ગમે એ રીતે જ થોડા કલાકો સાથે રહ્યા હોય છે. લગ્ન પછી 24 કલાક સાથે રહેવાનું થાય ત્યારે વ્યક્તિની ન ગમે એવી વાતો પણ સામે આવે છે. જે સહન કરવી મુશ્કેલ હોય શકે છે.
પરિવારની અપેક્ષાઓ
લગ્ન પહેલા લવર હોય તેને વધારે અપેક્ષા હોતી નથી. પરંતુ જ્યારે તમે લગ્ન કરો છો તો પરિવારને તમારી પાસેથી અપેક્ષા વધી જાય છે. પરિવારની અપેક્ષા પુરી કરવામાં ઘણીવાર પાર્ટનર પતિ કે પત્ની તરીકેની બેસ્ટ લાઈફ જીવી શકતા નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે