Sugar Daddy: સુગર ડેડી અને સુગર બેબી કોને કહેવાય? રિલેશનશિપમાં શા માટે વધી રહ્યો છે આ ટ્રેન્ડ ? કારણ છે ચોંકાવનારા

Sugar Daddy In Relationship: સુગર ડેડી શબ્દ એવા પુરુષ માટે વપરાય છે જે પોતાનાથી નાની ઉંમરની યુવતિ સાથે રોમેન્ટિક રિલેશનશિપમાં હોય. મોટાભાગે આવા પુરુષો યુવતીના પિતાની ઉંમરના હોય છે. તે યુવતી સાથે રોમેન્ટિક રિલેશન રાખે છે અને તેને ફાઇનાન્સિયલ હેલ્પ પણ કરે છે. ટૂંકમાં જે પુરુષ સુગર ડેડી હોય તે ફાઇનાન્સીયલી સ્ટ્રોંગ હોય છે.

Sugar Daddy: સુગર ડેડી અને સુગર બેબી કોને કહેવાય? રિલેશનશિપમાં શા માટે વધી રહ્યો છે આ ટ્રેન્ડ ? કારણ છે ચોંકાવનારા

Sugar Daddy In Relationship: મોર્ડન રિલેશનશિપમાં નવા નવા ટ્રેન્ડ અને કોન્સેપ્ટ જોવા મળે છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી શુગર ડેડીનો ટ્રેન્ડ ભયંકર રીતે વધી રહ્યો છે. આ શબ્દ કોના માટે વપરાય અને શા માટે આ ટ્રેન્ડ વધી રહ્યો છે આજે તમને જણાવીએ. સુગર ડેડી શબ્દ એવા પુરુષ માટે વપરાય છે જે પોતાનાથી નાની ઉંમરની યુવતિ સાથે રોમેન્ટિક રિલેશનશિપમાં હોય. મોટાભાગે આવા પુરુષો યુવતીના પિતાની ઉંમરના હોય છે. તે યુવતી સાથે રોમેન્ટિક રિલેશન રાખે છે અને તેને ફાઇનાન્સિયલ હેલ્પ પણ કરે છે. ટૂંકમાં જે પુરુષ સુગર ડેડી હોય તે ફાઇનાન્સીયલી સ્ટ્રોંગ હોય છે. તે ફાઇનાન્સિયલ હેલ્પના બદલે પોતાની યંગ પાર્ટનર પાસેથી કંપની, મિત્રતા અને ફિઝિકલ સેટીફિકેશન મેળવે છે. આવા સંબંધો નોર્મલ રોમેન્ટિક રિલેશનશિપથી અલગ હોય છે. શુગર ડેડી કોન્સેપ્ટમાં પૈસા અને પ્રેમનો સંબંધ ક્લિયર હોય છે. 

આ પણ વાંચો:

સુગર ડેડી નો કોન્સેપ્ટ હાલના દાયકામાં પશ્ચિમી દેશોમાં પોપ્યુલર છે. જોકે ભારતના મેટ્રો શહેરોમાં પણ આ ચલણ જોવા મળી રહ્યું છે. જ્યાં અમીર અને ફાઈનાન્સિયલિસ્ટેબલ પુરુષો આર્થિક રીતે નબળા પાર્ટનર સાથે રિલેશનશિપમાં રહે છે અને યુવતીને આર્થિક મદદ કરવાને બદલે રિલેશનશિપ માણે છે. 

શા માટે યુવતીઓમાં છે શુગર ડેરીનો ક્રેઝ ?

આ પણ વાંચો:

1. આજની યંગ જનરેશન નાની ઉંમરમાં જ ઝડપથી ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી અને ફ્રીડમ મેળવવા ઈચ્છે છે. તેમને લક્ઝરીયસ લાઈફ સ્ટાઇલ જીવવી હોય છે. તેવામાં સુગર ડેડી સાથે સંબંધ આર્થિક જરૂરિયાતોને પૂરી કરનાર સાબિત થાય છે. 

2. સુગર ડેડીનો કોન્સેપ્ટ વધવા પાછળનું કારણ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ પણ છે. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી સુગર ડેડી અને સુગર બેબી એકબીજાના સંપર્કમાં ઝડપથી આવી જાય છે. આ પ્રકારની ફેસીલીટી તેમના સંબંધોને ઝડપથી નોર્મલ બનાવે છે. 

આ પણ વાંચો:

3. અન્ય સંબંધોની સરખામણીમાં સુગર ડેડી અને સુગર બેબીના સંબંધો ફ્રીડમ વાળા હોય છે. જ્યાં સુધી બંને એકબીજાની જરૂરિયાત પૂરી કરે ત્યાં સુધી સાથે હોય અને પછી અલગ પણ થઈ જતા હોય છે. આવા સંબંધોમાં જવાબદારીઓથી આઝાદ રહેવા મળે છે. 

4. યંગ જનરેશનમાં લક્ઝરી કાર, મોંઘા કપડા, વિદેશમાં ફરવું આ પ્રકારની લાઈફ સ્ટાઈલનો ક્રેઝ હોય છે. સુગર ડેડી સાથે સંબંધ રાખવાથી આ બધી જ જરૂરિયાતો પૂરી થાય છે. સામાન્ય રીતે આ પ્રકારની લાઈફ સ્ટાઈલ જીવવી મુશ્કેલ હોય છે અને તેના માટે મહેનત કરવી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news