આ કંપની તમને આપશે પ્રેમ કરવાના પૈસા! વાત માનશો નહીં પણ છે હકીકત છે એમાં કોઇ શંકા નથી!
Company Offers Cash for Dating: એક સમય હતો જ્યારે લોકો સમયસર લગ્ન કરી લેતા હતા. ઘરના વડીલો આ કામની જવાબદારી લેતા હતા. છોકરી કે છોકરો તેમની પસંદગી મુજબ મળી ગયો અને લગ્ન યોગ્ય સમયે થઈ ગયા. જો કે, હવે વાતાવરણ બદલાયું છે.
Trending Photos
Company Offers Cash for Dating: આજે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ લોકો મોડા મોડા લગ્ન કરી રહ્યાં છે. એક સમય હતો જ્યારે લોકો સમયસર લગ્ન કરી લેતા હતા. ઘરના વડીલો આ કામની જવાબદારી લેતા હતા. છોકરી કે છોકરો તેમની પસંદગી મુજબ મળી જાય એટલે લગ્ન યોગ્ય સમયે થઈ ગયા. જો કે, હવે વાતાવરણ બદલાયું છે અને યુવાનો લગ્ન અને દાંપત્ય જીવનથી દૂર ભાગે છે. આવી સ્થિતિમાં તેમને લગ્ન માટે મનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં તમે લગ્ન માટે પરિવાર અને સબંધીઓ તરફથી દબાણ કરતા હોય એવું સાંભળ્યું હશે અને તેનો અનુભવ પણ કર્યો હશે. પણ જો તમને પ્રેમ કરવાના અને પૈસા આપવામાં આવે તો. હવે તમે કહેશો કે આવુ કઈ રીતે બને. તો આ વાત સાચી છે અને આ ઓફર આપી રહી છે ચીનની કંપની. પડોશી દેશ ચીનમાં એક કંપની પોતાના કર્મચારીઓને ડેટિંગ માટે પૈસા આપી રહી છે. આ સાંભળીને તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ ખરેખર આ દિલચસ્પ ઓફર આપવામાં આવી રહી છે.
કંપની કરી રહી છે માતા-પિતાનું કામ
દક્ષિણ ચીનમાં એક કંપની તેના કર્મચારીઓ માટે કામના સ્થળે ઓછું અને વધુ મેચમેકિંગનું કામ કરી રહી છે. કર્મચારીઓની ખુશીને ધ્યાનમાં રાખીને, તેમણે એવા તમામ પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તે લગ્ન કરવા માટે પ્રેરિત થાય. એક રિપોર્ટ અનુસાર શેનઝેનની કેમેરા કંપની Insta360 એ એક આકર્ષક રોમેન્ટિક ઓફર કરી છે.
કંપનીએ વચન આપ્યું છે કે જો કર્મચારી સિંગલ છે અને કંપનીના ડેટિંગ પ્લેટફોર્મ પર કોઈને ડેટ કરવા વાળી પોસ્ટ કરે છે, તો તેને $9 યુઆન એટલે કે 800 રૂપિયા આપવામાં આવશે. આ ઓફર 11 નવેમ્બરથી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 500 કર્મચારીઓએ આવી પોસ્ટ કરી છે. આ સ્થિતિમાં 1 લાખ રૂપિયાની વધારાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
લગ્ન કરાવીને જ રહેશે આ કંપની
એટલું જ નહીં, જો કોઈ આ ઓફર સાથે ત્રણ મહિના સુધી એક જ રિલેશનમાં રહે છે, તો તેને અલગ બોનસ પણ આપવામાં આવશે. માત્ર કપલ જ નહીં પરંતુ તેમના મેચમેકરને પણ લગભગ 12,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે આ ઓફરનો ઉદ્દેશ્ય કર્મચારીઓની ખુશી અને તેમના સોલમેટને શોધવા માટેનો પ્રયાસ કરવાનો પ્રયત્ન છે. આ અંગે ટિપ્પણી કરતાં કંપનીના કર્મચારીએ કહ્યું- ''મારા સંબંધ માટે મારી મમ્મી કરતા મારી કંપની વધુ એક્સાઈટેડ છે.'' આ ઓફર લોકોના ધ્યાનમાં આવતા જ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે - ''શું અહીં ભરતી થઈ રહી છે?'' આ વાત ચીનની કંપનીની છે પણ શુ આવી ઓફર ભારતમાં પણ હોવી જોઈએ. તમારુ શુ કહેવુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે