Relationship Tips: રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ

Relationship Tips: યુવક હોય કે યુવતી તેમણે રોમાંસ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ તો બેડરુમમાં કઈ હરકતો ન કરવી એ જાણવું જરૂરી હોય છે. આ હરકતો પાર્ટનરનો મૂડ ખરાબ કરી શકે છે.

Relationship Tips: રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ

Relationship Tips:રિલેશનશિપમાં ઘણી વખત નાની-નાની બાબતો પણ મોટા ઝઘડાનું કારણ બની જાય છે. ખાસ કરીને લગ્ન નવા નવા થયા હોય ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે કોઈ સાથે રિલેશનશિપની શરૂઆત કરો છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો સંબંધ તૂટી પણ શકે છે. 

ખાસ કરીને જ્યારે બેડરૂમ લાઇફની વાત હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. રોમાન્સ કરતી વખતે યુવક હોય કે યુવતી તેને કેટલીક ભૂલ કરવાનું ટાળવું જોઈએ. આ ભુલ કરવાથી પાર્ટનરનો મૂડ પણ બગડે છે અને સંબંધ પણ બગડી શકે છે. તો ચાલો તમને જણાવીએ બેડરૂમમાં કઈ ભૂલ કરવાનું ટાળવું. 

મોબાઈલ પર સમય પસાર કરવો 

મોબાઈલ ફોનના કારણે લોકો કલાકોનો સમય બગાડે છે. જો તમે બેડરૂમમાં પણ પોતાના પાર્ટનરને સમય આપવાને બદલે મોબાઇલમાં સમય પસાર કરશો તો પાર્ટનરને ગુસ્સો પણ આવી શકે છે અને તેના કારણે સંબંધ ખરાબ પણ થઈ શકે છે. 

પાર્ટનરની સરખામણી અન્ય સાથે કરવી 

જ્યારે તમે રોમેન્ટિક પલ માણતા હોય ત્યારે પોતાના પાર્ટનર વિશે કોઈ પણ પ્રકારની ખરાબ ટિપ્પણી કરવી જોઈએ નહીં. આ સિવાય પોતાના પાર્ટનરની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ કરવી નહીં. આવું કરવાથી પાર્ટનરને દુઃખ થઈ શકે છે અને સંબંધ તૂટી પણ શકે છે. 

પાર્ટનરને ફોર્સ કરવો 

બેડરૂમમાં થતી સૌથી મોટી ભૂલ ફોર્સ કરવો છે. રોમાન્સ કરતી વખતે જો તમને લાગે કે તમારો પાર્ટનર તૈયાર નથી તો પછી તેની સાથે ફોર્સ ન કરો. તેને કંફર્ટેબલ ફીલ થાય એ રીતે પ્રેમ કરો. પાર્ટનર સાથે વારંવાર ફોર્સફૂલી રિલેશન રાખવાથી પણ સંબંધ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. 

નેગેટિવ વાતો 

ઘણા કપલને આદત હોય છે કે તેઓ બેડરૂમમાં એકબીજાની સાથે વાત કરતી વખતે નેગેટિવ વાતો વારંવાર કરે છે. અથવા તો ભૂતકાળની વાતોને પણ વારંવાર યાદ કરે છે. પાર્ટનરની ભૂલને બેડરૂમમાં વારંવાર ચર્ચાનો વિષય બનાવવાથી પણ સંબંધ લાંબો સમય નહીં ટકે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news