Divorce Reasons: દાયકા સુધી સાથે રહ્યા પછી કપલ વચ્ચે થતા ડિવોર્સ પાછળ આ કારણો હોય છે જવાબદાર
Divorce Reasons:એવું માનવામાં આવે છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ સંબંધ ગાઢ બનતા જાય છે પરંતુ કેટલાક કિસ્સામાં વર્ષો સુધી સંબંધ બરાબર હોય અને પછી અચાનક જ સંબંધમાં એવા કેટલાક કારણો ઊભા થતા હોય છે જેના કારણે કપલ એકબીજાથી અલગ થઈ જવાનો રસ્તો પસંદ કરે છે.
Trending Photos
Divorce Reasons: થોડા સમય પહેલા જ સાનિયા મિર્ઝાએ પોતાના છૂટાછેડાની જાહેરાત કરી અને તાજેતરમાં જ ઈશા દેઓલે પણ જાહેર કર્યું કે લગ્નના 11 વર્ષ પછી તે તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે. લગ્ન પછી એકબીજા સાથે એક દાયકાથી પણ વધુ સમય પસાર કર્યા પછી કપલ શા માટે અલગ થઈ જાય છે તેવો પ્રશ્ન દરેકના મનમાં થાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ સંબંધ ગાઢ બનતા જાય છે પરંતુ કેટલાક કિસ્સામાં વર્ષો સુધી સંબંધ બરાબર હોય અને પછી અચાનક જ સંબંધમાં એવા કેટલાક કારણો ઊભા થતા હોય છે જેના કારણે કપલ એકબીજાથી અલગ થઈ જવાનો રસ્તો પસંદ કરે છે.
આ કારણ એવા હોય છે જે વર્ષો જૂના લગ્ન જીવનને પણ તોડી નાખે છે. જેની સાથે સંસાર સુખરુપ માણી રહ્યા હોય તે વ્યક્તિ સાથે એક દિવસ રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. અને અંતે કપલ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લે છે. આજે તમને આવા કારણો વિશે જણાવીએ જે વર્ષો જુના લગ્નજીવનને પણ તોડી નાખે છે.
પ્રેમનો અભાવ
જો લગ્નજીવનમાં પ્રેમનો અભાવ હોય તો સંબંધ તૂટતાં વાર નથી લાગતી. ઘણી વખત છુટાછેડા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હોતું નથી બસ બે વ્યક્તિ એકબીજાથી પ્રેમના અભાવના કારણે દૂર થઈ જતા હોય છે.
ત્રીજા વ્યક્તિનો ઈમોશનલ સપોર્ટ
લગ્ન પછી પતિ અને પત્ની બંનેની જવાબદારી વધી જાય છે. તેવામાં જો કોઈ એક વ્યક્તિ પોતાના કામમાં બિઝી થઈ જાય અને બીજા વ્યક્તિની સંબંધોની જરૂરિયાતનું ધ્યાન ન રાખે તો શક્ય છે કે બીજો પાર્ટનર ઈમોશનલ કનેક્શનનો અભાવ અનુભવે અને આવી સ્થિતિમાં તે આ ઈમોશનલ સપોર્ટ ઘરની બહાર શોધવા લાગે. જો આવું થાય તો છૂટાછેડા થવા નક્કી હોય છે.
વણઉકેલ્યા ઝઘડા
દરેક કપલ વચ્ચે ઝઘડા થાય છે. પરંતુ જરૂરી છે કે ઝઘડાનો અંત લાવી એકબીજાની સાથે દરેક મુદ્દાની ચર્ચા કરી લેવી. જો કપલ કોઈ એક મુદ્દાને અધૂરો છોડે છે તો તે મુદ્દો આગળ જઈને વર્ષો જૂના લગ્નને પણ તોડી શકે છે. કારણકે જૂની વાત મનમાં દબાયેલી જ રહે છે.
સમજણનો અભાવ
સંબંધ મજબૂત ત્યારે જ રહે છે જ્યારે બે વ્યક્તિ વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ હોય. જો વ્યક્તિ એકબીજા સાથે ખુલીને વાત કરે તો ક્યારેય કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી થતી નથી. જો સંબંધમાં પહેલાથી જ ગેરસમજ હોય તો પછી ધીરે ધીરે સંબંધ તૂટવાની નજીક પહોંચવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે