Joint Family: સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદા

Joint Family Benefits: આજના સમયમાં યુવા કપલ ન્યુક્લિયર ફેમિલી તરીકે રહેવાનું પસંદ કરે છે. પરંતુ ગોલ્ડન બોય નીરજ ચોપડા પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તે સંયુક્ત પરિવારમાં રહે છે. સાથે જ તેણે સંયુક્ત પરિવારના ફાયદા પણ જણાવ્યા છે.

Joint Family: સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદા

Joint Family Benefits: બે વખત ઓલમ્પિક પદક જીતનાર નીરજ ચોપડાએ તાજેતરમાં જ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીરો છવાયેલી છે જેમાં તેનો આખો પરિવાર જોવા મળે છે. સાથે જ નીરજ ચોપડાનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે જેમાં તે જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદા જણાવે છે. આજના સમયમાં મોટાભાગના કપલ લગ્ન પછી એકલા રહેવાનું પસંદ કરે છે તેવામાં નીરજ ચોપડા પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તે નાનપણથી જ જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છે અને મોટો થયો છે. તેનું માનવું છે કે સંયુક્ત પરિવારમાં રહેવાથી લાઈફ ઇઝી થઈ જાય છે. 

સંયુક્ત પરિવાર એટલે કે જ્યાં માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, ભાઈ-બહેનો બધા એકસાથે રહેતા હોય. સંયુક્ત પરિવારમાં રહેવાથી નાનકડો તહેવાર પણ ખાસ બની જાય છે. નીરજ ચોપડા સંયુક્ત પરિવારના ફાયદા વિશે જણાવતા કહે છે કે જો ઘરમાં પરિવારના લોકો એક સાથે રહેતા હોય તો દરેક દિવસ ખાસ લાગે. જો ઘરમાં ફક્ત ચાર લોકો રહેતા હોય તો ઘરમાં કોઈ ન હોય તેવું લાગે. 

સંયુક્ત પરિવારના ફાયદા 

જવાબદારી ઘટી જાય છે 

સંયુક્ત પરિવારમાં જવાબદારી ઓછી થઈ જાય છે. પરિવારમાં એકબીજાનો સાથ હોવાથી કોઈ એક વ્યક્તિ પર પરિવારનો ભાર રહેતો નથી. જો કોઈ પ્રસંગ કે ખાસ દિવસ પણ હોય તો પણ જવાબદારીઓ વહેંચાઈ જાય છે જેના કારણે દરેક વ્યક્તિ હળવાશ અનુભવે છે. પરિવારનો સાથ હોવાથી મુશ્કેલ પરિસ્થિતિ પણ સરળ થઈ જાય છે. 

એકલતા નથી રહેતી 

સંયુક્ત પરિવારમાં વાતાવરણ એવું હોય છે જેમાં કોઈ પણ વ્યક્તિને એકલતા અનુભવાતી નથી. પરિવારના લોકો હંમેશા સાથ હોય છે જેના કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ પણ લાંબા સમય સુધી રહેતી નથી. પરિવારમાં એક વ્યક્તિ ઉદાસ હોય તો અન્ય લોકો તેને ખુશ કરવા માટે કઈ ને કંઈ કરે છે જેના કારણે ઉદાસી દૂર થઈ જાય છે. 

બાળકોનો ઉછેર સારી રીતે થાય છે 

સંયુક્ત પરિવારનો આ સૌથી મોટો ફાયદો છે કે બાળકો ક્યારે મોટા થઈ જાય છે તે ખબર પણ પડતી નથી. સંયુક્ત પરિવારમાં બાળકનો ઉછેર સારી રીતે થાય છે કારણ કે બાળકને ક્યારેય એકલું છોડવાની ચિંતા રહેતી નથી. સાથે જ બાળક દરેક પ્રકારના સંબંધોને નિભાવતા શીખે છે અને તેને સંસ્કાર પણ સારા મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news