Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા

Chanakya Niti: ચાણક્ય નીતિમાં એવી ઘણી વાતો કરવામાં આવી છે જે જીવનની કડવી વાસ્તવિતાને ઉજાગર કરે છે. આ વાતો પર ગહન વિચાર કરવામાં આવે તો જીવનમાં ખુશીઓ વધી શકે છે.

Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા

Chanakya Niti: ચાણક્ય નીતિમાં એવી ઘણી વાતો લખવામાં આવી છે જે જીવનની કડવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે. જો આ વાતો પર ધ્યાન આપવામાં આવે તો જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે. ચાણક્ય નીતિમાં ધર્મ, અર્થ, કામ, પરિવાર, મર્યાદા, સમાજ અને સંબંધોના સિદ્ધાંતો વિશે પણ લખવામાં આવ્યું છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય એ પતિ-પત્નીના સંબંધો ને લઈને પણ કેટલાક સિદ્ધાંત જણાવ્યા છે. 

એ વાત તો સૌ કોઈ જાણે છે કે સ્ત્રી અને પુરુષ એકબીજા તરફ આકર્ષિત થાય છે. આ સામાન્ય વાત છે. પરંતુ લગ્ન પછી જો કોઈ માટે આકર્ષણ થાય અને પછી આકર્ષણ સંબંધમાં બદલી જાય તો તે લગ્નજીવનને બરબાદ પણ કરી શકે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરને ખોટા માનવામાં આવે છે. આજે તમને જણાવીએ એ કારણો કે જેના લીધે પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ ગમવા લાગે છે. 

નાની ઉંમરમાં લગ્ન 

નાની ઉંમરમાં લગ્ન થઈ જવા પતિ અને પત્ની બંને માટે ખરાબ છે. નાની ઉંમરમાં વ્યક્તિ પોતાના કરિયર પ્રત્યે વિચારવાનું શરૂ કર્યું હોય છે અને આ ઉંમરમાં સંબંધોને લઈને સમજદારી પણ ઓછી હોય છે. નાની ઉંમરમાં તેને કરિયર સેટ કરવાની એટલે ચિંતા હોય છે કે તે અન્ય કોઈ બાબત પર ધ્યાન આપતા નથી અને અંગત જીવન અટકી જાય છે. જ્યારે કરિયર સારી રીતે સેટ થઈ જાય તો વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર ધ્યાન આપે છે આ સ્થિતિમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થવાની સંભાવના વધી જાય છે. 

શારીરિક સંતુષ્ટી 

પતિ પત્નીના સંબંધોમાં શારીરિક સંતુષ્ટી મહત્વનો રોલ ભજવે છે. તેના અભાવના કારણે પણ બે વ્યક્તિ વચ્ચે આકર્ષણ ઘટી જાય છે અને ત્રીજા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે. સંતુષ્ટી માટે પણ પરિણીત પુરુષો એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ આગળ વધી શકે છે. 

સંબંધોમાં વિશ્વાસ 

ઘણા પુરુષો પત્ની હોય તો પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવાને યોગ્ય ગણે છે. આ સ્થિતિમાં પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ કેટલો છે તે મહત્વનું હોય છે. જો પતિને પોતાની પત્ની પર અને પત્નીને પતિ પર ભરોસો હોય તો તેઓ એકબીજા પ્રત્યે ઈમાનદાર રહે છે અને જીવનમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થતી નથી. 

મન ભરાઈ જવું 

લગ્ન જીવનમાં ઘણીવાર જોવા મળે છે કે પાર્ટનરનું મન પોતાના જીવનસાથીથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો બીજી મહિલા કે પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે. તેથી પતિ અને પત્ની બંને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ લગ્નના વર્ષો પછી પણ એકબીજાની કેર કરે અને પ્રેમ આપે. 

બાળકો પછીની જવાબદારી 

પતિ પત્નીના સંબંધો માતા-પિતા બન્યા પછી બદલી જાય છે. માતા પિતા બન્યા પછી બાળકની પ્રાથમિકતા વધી જાય છે. મોટાભાગે એવું બને છે કે બાળકના જન્મ પછી પરિણીત પુરુષ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે અને પર સ્ત્રી તરફ આકર્ષિત થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે પત્ની બાળક થયા પછી બાળકને પતિ કરતા વધારે મહત્વ આપતી હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news