PHOTO: ભારતની મહિલા સ્ટાર પ્લેયર્સ ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડસથી સન્માનિત

 ભારતની મહિલા એથલિટ્સ અને પ્લેયર્સને ગુરુવારે નવી દિલ્હીમાં ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડસમાં સન્માનિત કરવામાં આવી હતી. 

નવી દિલ્હી : ભારતની મહિલા એથલિટ્સ અને પ્લેયર્સને ગુરુવારે નવી દિલ્હીમાં ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડસમાં સન્માનિત કરવામાં આવી હતી. 2014માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારથી એવી મહિલા એથલિટ્સને સન્માનિત કરવામાં આવી હતી, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ બનાવી છે. દર વર્ષે અનેક મહિલા એથલિટ્સે નેશનલ કે ઈન્ટરનેશનલ સ્તરે પોતાની નવી ઓળખ બનાવવામાં સફળ નીવડી છે. ભારતીય પર્વતારોહક બછેન્દ્રી પાલને ઝી ન્યૂઝ ફેર પ્લે એવોર્ડ્સમાં લાઈફટાઈમ એચિવેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1984માં બછેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીય મહિલા બન્યા હતા. આ સન્માનને મેળવનારામાં નિશાનેબાજ અંજુમ મોદગિલ, હીના સિદ્ધુ અને રાહી સરનોબતની સાથે સાથે ટેબલ ટેનિસ પ્લેયર મણિકા બત્રા, વેઈટ લિફ્ટર શેખોમ મીરાબાઈ ચાનુ અને પહેલવાન વિનેશ ફોગટ સામેલ છે. 

1/10
image

આ સમારોહમાં ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ (ZMCL)ના એમડી અશોક વેંકટરમણિએ વેલકમ સ્પીચ આપી હતી. 

2/10
image

ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડમાં ભારતની ટેબલ ટેનિસ પ્લેયર મણિકા બત્રાને સન્માનિત કરાઈ હતી. મણિકાની ગેરહાજરીમાં તેમની માતાએ ZMCLના સીઓઓ રાજીવ સિંહના હાથે સન્માન મેળવ્યું હતું.

3/10
image

2018 કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ અને રજત ચંદ્રક જીતનાર હીના સિદ્ધુને પણ આ સમારોહમાં સન્માનિત કરાઈ હતી. તેના પતિ રોનક પંડિતે તેમની તરફથી પુરસ્કાર સ્વીકાર્યો હતો.  

4/10
image

એશિયન ગેમ્સમાં સતત પાંચમો સુવર્ણ પદક જીતનાર ભારતીય 4x400 મીટર મહિલા રિલે ટીમને પણ સન્માનિત કરવામાં આવી હતી.

5/10
image

ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડમાં શૂટર અંજુમ મોદગિલને પણ સન્માનિત કરવામાં આવી હતી. 

6/10
image

કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ અને એશિયાડ મેડલિસ્ટ મણિકા બત્રાને પણ આ મંચ પર એવોર્ડથી નવાજવામાં આવી હતી.

7/10
image

ભારતની સ્ટાર શૂટર રાહી સરનબોતેને પણ સન્માનિત કરાઈ હતી.

8/10
image

આ મંચ પર સીડબલ્યુજી અને યૂથ ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મનુ ભાકરને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

9/10
image

એશિયન સિલ્વર મેડલિસ્ટ દુતીચંદને પણ ઝી ન્યૂઝ ફેરપ્લે એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

10/10
image

એવોર્ડ સમારોહમાં ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર અશ્વિની પોનપ્પાને પણ સન્માનિત કરાઈ હતી.