પરણી ગઈ 'બિદાઈ'ની રાગિણી, મળ્યો છે જબરદસ્ત ફુટડો વર
પારુલ ચૌહાણ અને ચિરાગ ઠક્કરે બુધવારે મુંબઈના ઇસ્કોન મંદિરમાં લગ્ન કરી લીધા છે. આ જોડીની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે.
પારુલે પોતાના લગ્નમાં લાલ રંગની ખૂબસુરત સાડી પહેરી હતી જ્યારે વરરાજા ક્રીમ અને મરૂન શેરવાનીમાં જોવા મળ્યા હતા.
લોકપ્રિય ટીવી શો `સપના બાબુલ કા...બિદાઈ`માં રાગિણીનો લોક કરનાર પારુલ ચૌહાણે લગ્ન કરી લીધા છે.
આ લગ્નમાં શામેલ થવા માટે નાયરાનો રોલ કરી રહેલી શિવાંગી જોશી પણ પહોંચી.
મુંબઈમાં લગ્ન કર્યા પછી પારૂલ પોતાના હોમટાઉન એવા ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં નાનકડું ફંક્શન રાખશે.
એક્ટ્રેસ પારૂલની કોમન ફ્રેન્ડ મારફતે 2015માં ચિરાગ ઠક્કર સાથે મુલાકાત થઈ હતી. તેઓ ગાઢ મિત્રો હતા જે ધીમેધીમે નજીક આવ્યા હતા.
ગયા વર્ષે દિવાળીના પ્રસંગે પારુલની માતા મુંબઈ આવી હતી તો તેણે ચિરાગને પૂજા માટે ઘરે આમંત્રણ આપ્યું હતું.
પારુલની માતા પહેલી જ મુલાકાતમાં ચિરાગને જમાઈ બનાવવા તૈયાર થઈ ગઈ હતી. બંનેના પરિવારની સંમતિથી આ લગ્ન કરવામાં આવ્યા છે. (ફોટોસાભાર @parul_kinshuk/Instagram)
Trending Photos