'ચગતી' આગાહી; ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? ઉત્તરાયણ બાદ વરસાદનો વરતારો

Ambalal Patel forecast: ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટ્યું. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ત્યારે ઉત્તરાયણમાં કેવો રહેશે પવન તે પણ જાણી લો. 

1/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. 

2/8
image

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ દિવસે પવનની સ્પીડ વધુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે. સૌરાષ્ટ્રની અંદર પતંગરસિકો માટે સારા સમાચાર છે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. તો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે.  

3/8
image

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

4/8
image

અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.

5/8
image

સુરતમાં વધારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.  

6/8
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા નથી દેખાતી. મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લુ રહેશે. આ દિવસોમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી રહેશે. બોર્ડર વિસ્તારમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે. 

7/8
image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત પ્રક્રિયા અટકશે નહીં તેમ સ્કાયમેટનો વરતારો જણાવે છે. ઉત્તર મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં ૧૫મીથી ૧૯મી જાન્યુઆરી સુધી સારો વરસાદ પડવાની સંભાવના છે. પર્વતો પર પણ સારી હિમવર્ષા ચાલુ રહેશે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતનું હવામાન શુષ્ક રહેશે. તમિલનાડુમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં હળવા વરસાદની શક્યતા છે. 

8/8
image

તાજું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે.