છાપરા સંભાળજો! તેજ રફ્તાર પકડશે પવન, ગુજરાતમાં વરસાદ અંગે હવામાનની સૌથી મોટી આગાહી

Weather Forecast of Gujarat: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં પવનની ગતિ અને પવનનું જોર વધી શકે છે. એ સમજવું જરૂરી બને છેકે, વધતી પવનની રફતારની સીધી અસર જનજીવન પર પડી શકે છે. 

1/7
image

Rainfall in Gujarat: હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે કરી દીધી છે મોટી આગાહી. ગુજરાતમાં ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ. વરસાદના નવા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતની દશા બેસાડી શકે છે મેઘરાજા. મધ્ય ગુજરાતના વડોદરા બાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતના સુરત અને આસપાસના શહેરોનો વારો.

2/7
image

ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે વરસાદી સિસ્ટમ. બંગાળની ખાડીમાં શરૂ થઈ ગયો છે ખળભળાટ. ભારે વરસાદની સંભાવના ઉભી થઈ રહી છે. તંત્ર દ્વારા પણ અલગ અલગ અલર્ટ જાહેર કરીને જિલ્લાવાર આપી દેવામાં આવી છે ચેતવણીઓ...

3/7
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છેકે, ગુજરાતમાં વધી શકે છે પવનનું જોર. ગુજરાતના વિવિધ શહેરોમાં 40 થી 45 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન. ભારે પવનની ગતિ જનજીવન પર પાડી શકે છે માઠી અસર.

4/7
image

વરસાદની સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે પણ ફરી એકવાર ગુજરાતીઓને ચેતવી દીધાં છે. ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણ ઝોનમાં વધી શકે છે ચિંતા. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી....

ક્યાં-ક્યાં પડી શકે છે ભારે વરસાદ? 

5/7
image

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે હતી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે.  સુરત, ડાંગ, નવસારી, તાપી, ગીર સોમનાથમાં પણ કરાઈ છે ભારે વરસાદની આગાહી.

6/7
image

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પડશે વરસાદ... નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદનું યલો અલર્ટ અને નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી,નવસારી, ડાંગમાં  આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.   

7/7
image

ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે.