પક્ષી દર્શનના શોખીન છો તો ગુજરાતમાં અહીં પહોંચી જાવ! 150થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષી આકર્ષણનું કેન્દ્ર
કચ્છમાં નયનરમ્ય પક્ષીઓનું આગમન દર વર્ષે શિયાળાની ઋતુમાં થતું હોય છે. શિયાળો બરાબર જામતા ડિસેમ્બર માસમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે.
સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે. દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો, ક્રેન, પેલિકન, સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે.
પશ્ચિમ કચ્છ વનવિભાગના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કચ્છ જીલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થતિ કારણે ખૂબ મહત્વનો સ્થાન ધરાવે છે. કચ્છની વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમની સાથે સાથે રણ, ડુંગર અને ઘાસિયા મેદાનો, વેટલેન્ડ અન કાંટાળા જંગલો આવેલા છે તેમજ સૌથી મોટો દરિયાકાંઠો પણ આવેલો છે.
ભારતનો સૌથી બીજા નંબરનો મોટો ચેરિયાનો વિસ્તાર કચ્છમાં છે. આ બધા કારણો અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે એક આશ્રયસ્થાન તરીકે કચ્છ ખૂબ જ આદેશ નિવાસ સ્થાન છે. ખાસ કરીને યાયાવર પક્ષીઓ સાયબીરીયા તેમજ આસપાસના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોવાથી તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ છે તે માઇગ્રેટરી પક્ષીઓ માટે સેન્ટ્રલ એશિયલ ફ્લાય વેનો કચ્છનો એક પ્રવેશ દ્વારા તરીકે પક્ષીઓ ઉપયોગ કરતા હોય છે.
ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે. ભુજના હદય સમાન હમીરસર તળાવ, છારીઢંઢમાં પણ great white pelican, brown pelican, Dalmatian Pelican, Painted stork, grey heron, little blue heron, great egret, little egret, spotted whistling duck, marbled duck, plover, red wattled lapwing, red naped Ibis, greater flamingo, lesser flamingo, Common crane, Demoiselle crane, White stork, Black stork, Northern shoveler, Northern pintail, Eurasian teal, Gadwall, Wigeons, Steppe eagle, Long-legged buzzard, Greater spotted eagle, Common kestrel વગેરે જેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે. કચ્છની અંદર કુંજ પક્ષીઓ કે જેનું લોકસાહિત્યમાં પણ ઉલ્લેખ છે તે લાખોની સંખ્યામાં આવતા હોય છે તેમજ પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે.
કચ્છમાં આવેલ છારીઢંઢ કે જે ગુજરાતનું એક માત્ર કંઝરવેશન રિઝર્વ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે.જ્યાં હાલમાં 1 લાખ જેટલા Common crane આવેલા છે.વનવિભાગ દ્વારા પણ આ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે રેગ્યુલર પેટ્રોલીંગ કરવામાં આવતી હોય છે.
તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે.આ પક્ષીઓને પોતાના વતન જેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છની અંદર મળે છે જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે તેઓ કચ્છની મુલાકાત લે છે.
Trending Photos