ગુજરાત જ નહીં! કુદરતના ટ્રિપલ અટેક સામે જગત જમાદાર અમેરિકા પણ પસ્ત! આ ખતરાએ ચિંતા વધારી
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હાલ કુદરતનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો છે. જ્યાં ભયાનક પૂર, વિનાશકારી બરફનું તોફાન અને ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના કારણે કેટલાય રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે અમેરિકામં કેમ વારંવાર કુદરતી આફતો આવી રહી છે?
આ તમામ દ્રશ્યો બીજા કોઈ દેશના નહીં પરંતુ વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાના છે. અહીંયા કોણ જાણે કેમ પરંતુ કુદરતનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો છે. જેણે 10 કરોડથી વધારે લોકોના જીવનને પ્રભાવિત કર્યુ છે. ફેબ્રુઆરી મહિનો અમેરિકા માટે મોટી મુસીબત લઈને આવ્યો હોય તેવું લાગે છે. કેમ કે કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ બાદ હવે કુદરતનું ક્રૂર રૂપ સામે આવ્યું છે. લોસ એન્જેલસના આ દ્રશ્યો તેની સાક્ષી પૂરે છે. જેમાં જોઈ શકાય છે કે આખી રાત ભારે વરસાદના કારણે અહીંયા મડ સ્લાઈડ થયું. જેના કારણે નીચેના વિસ્તારોમાં પાણી અને મડ ભરાઈ ગયો.
આ આકાશી દ્રશ્યો અમેરિકાના કેન્ટુકી રાજ્યના છે. અહીંયા પણ ભારે વરસાદે કાળો કહેર મચાવ્યો છે. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયું છે. મકાનોની બહાર, રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. નદીઓ પણ ગાંડીતૂર બનતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ આકાશી દ્રશ્યો અમેરિકાના કેન્ટુકી રાજ્યના છે. અહીંયા પણ ભારે વરસાદે કાળો કહેર મચાવ્યો છે. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયું છે. મકાનોની બહાર, રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. નદીઓ પણ ગાંડીતૂર બનતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
કેન્ટુકી અને જ્યોર્જિયામાં વરસાદ મોટી આફત લઈને આવ્યો. કેમ કે ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. 39,000 મકાનોમાં વીજળી ડૂલ થઈ ગઈ. કેન્ટુકી અને જ્યોર્જિયામાં 10 લોકોનાં મોત થયા. અનેક હોસ્પિટલ પણ બંધ કરવાની ફરજ પડી. કેટલાંક રાજ્યોમાં સરકારે ઈમરજન્સી જાહેર કરવાની ફરજ પડી. અમેરિકાના કેટલાંક રાજ્યોમાં હિમવર્ષા અને બરફના તોફાને કહેર મચાવ્યો. ફેબ્રુઆરી અડધો પૂરો થઈ ગયો હોવા છતાં અમેરિકાના મધ્ય અને પૂર્વના હિસ્સામાંથી ઠંડી હજી ઓસરવાનું નામ લેતી નથી. તેની વચ્ચે વિન્ટર સ્ટોર્મે લોકોની ચિંતા વધારી દીધી છે.
બરફ વર્ષાના કારણે સૌથી વધારે મુશ્કેલી વાહનચાલકોને થઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક કારચાલક વરસાદ અને બરફના કારણે ગાડી પરથી કંટ્રોલ ગુમાવી દે છે અને તે પોતાની સાથે સાઈડમાં ચાલતી કારને ટક્કર મારતી ડિવાઈડર સાથે ટકરાઈ જાય છે. તો આ તરફ અનેક ગાડીઓ બરફમાં ફસાઈ જતાં તેમને ત્યાં જ ઉભા રહી જવાની નોબત આવી. કુદરતના ટ્રિપલ અટેક સામે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ પણ લાચાર બની ગયો છે... જે સાબિત કરે છે કે માનવ ગમે તેટલો શક્તિશાળી બની જાય પરંતુ તે કુદરત સામે તુચ્છ છે તે તેણે યાદ રાખવું જોઈએ..
Trending Photos