સુરતના બ્રિજ પર યુવકોનું જોખમી ફોટોશૂટ, એક ભૂલ જીવ લઈ લેશે, Photos

તેજશ મોદી/સુરત :સેલ્ફી અને વીડિયો લેવાના ક્રેઝમાં કેટલાકના જીવ હોમાયા છે, છતાં યંગસ્ટર્સમાં જીવના જોખમે સેલ્ફી લેવાનો ક્રેઝ ઘટ્યો નથી. સુરતના રીંગ રોડ પરના બ્રિજ પર ટ્રાફિક વચ્ચે જઈને કેટલાક યુવકોએ ફોટો પડાવ્યા હતા. યુવકોનું આ ફોટોશૂટ કેટલુ જોખમી છે, તે તેમને ખબર હોવા છતા તેઓ બ્રિજ પર વાહનોના કાફલા માટે બિન્દાસ્ત અવરજવર કરતા જોવા મળ્યા. ચાલુ ટ્રાફિક દરમિયાન ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા. બ્રિજની પાળી પર ઉભા થઈને સેલ્ફી લીધી. ભારે વાહનોની અવરજવર વચ્ચે સેલ્ફી એવાનો ઘાતક શોખ આજના યંગસ્ટર્સ પાળી રહ્યાં છે. આ કારણે યુવાનો ઉપરાંત વાહન ચાલકો દુર્ઘટનાનો શિકાર બની શકે છે. 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image