નોકરી છોડીને બે ભાઈઓનું સ્ટાર્ટઅપ : દારૂબંધીવાળા રાજ્યમાં પીવડાવે છે વ્હીસ્કી અને બિયરની ચા

ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં દારૂબંધી છે. અહી બિયર-વ્હીસ્કી-વોડકાનુ તો નામ પણ ન લેવાય. પરંતુ બે યુવકો દારૂબંધીવાળા ગુજરાતમાં ટેંશથી બિયર અને વ્હીસ્કીની ચા પિરસે છે. ચાના બંધાણી ગુજરાતીઓ માટે કોલકાત્તાથી આવેલા બે ભાઈઓ અનોખી ચા લઈને આવ્યા છે. રાહુલ સિંઘ અને અભિષેક સિંઘ નામના બે યુવકોએ સુરતમાં અનોખુ સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. તેઓ સુરતમાં બિયર અને વ્હીસ્કીના ફ્લેવરની ચા વેચે છે.

1/5
image

કોરોનામાં અનેક ધંધા પડી ભાંગ્યા, જ્યાં અનેક લોકોએ રોજગારી ગુમાવી, ત્યાં કોલકાત્તાના બે ભાઈઓને એવો વિચાર આવ્યો કંઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. આ માટે તેમને ગુજરાત યાદ આવ્યું. કારણ કે, તેઓએ રિસર્ચમાં જાણ્યુ કે, દેશમાં સૌથી વધુ ચા ગુજરાતમા પીવાય છે. પરંતુ ચાના શોખીન ગુજરાતીઓને કંઈક નવુ આપવાની જરૂર હતી. તેથી તેઓ બિયર અને વ્હીસ્કી ફ્લેવરની ચાનો આઈડિયા લઈ આવ્યા. પછી તો આ બિઝનેસ એવો ધમધોકાર ચાલ્યો કે, હાલ તેમણે સુરતમાં બીજુ આઉટલેટ શરૂ કર્યુ છે.  

2/5
image

તેમના કેફેમાં ચીનથી ખાસ ચા આવે છે, જેમાં વ્હીસ્કી અને બિયરની ફ્લેવર હોય છે. જોકે આ નોન-આલ્કોહોલિક હોય છે. તેમાં માત્ર ફ્લેવર જ હોય છે. એપલ જ્યુસ અને મનિરલ વોટર મિક્સ કરીને વ્હીસ્કી અને બિયરની ચા બને છે. પરંતુ સુરતીઓને આ ચા એટલી ગમી ગઈ છે કે, અહીં પીવા આવનારા વધી ગયા છે. આ ફ્લેવર્ડ ચાની પત્તીનો કિલોનો ભાવ 20 થી 25000 રૂપિયા છે. આ ચા હેલ્થના દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. કારણ કે તેમાઁથી વિટામિન-ઈ મળે છે. 

3/5
image

રાહુલ સિંઘ કહે છે કે, કોવિડના સમયે સ્ટાર્ટઅપ શરૂ કરવું અમારા માટે મોટી ચેલેન્જ હતી. આ માટે મેં નોકરી છોડી. તો મારા પિતરાઈ ભાઈ અભિષેક સિંઘે એવિયેશન ફિલ્ડમાં કેબિન ક્રુ મેમ્બરની નોકરી છોડી. અમે બંનેને ચા વિશે પેશન હતી, તેથી રિસર્ચ શરૂ કર્યુ. હુ મારી ઓડિટની નોકરી દરમિયાન પણ ચાનુ રિસર્ચ કરતો હતો, જે મને હવે જઈને કામમાં આવ્યુ હતું. દોઢ વર્ષ પહેલા અમે કેફે શરૂ કર્યું. અમે માર્કેટમાં નવી ફ્લેવર અને અનોખા નામવાળી ચા લઈને આવ્યા. જેથી તે વધુ પોપ્યુલર થવા લાગ્યુ. ચા બનાવવા માટે સૌથી વધુ જરૂરી છે તેને બનાવવા માટેનુ ટેમ્પરેચર અને સમય. જો એ પરફેક્ટ હોય તો જ ચા યોગ્ય રીતે બને. આમ, અમે બિયર અને વ્હીસ્કીની ચા લઈ આવ્યા. આજે અમારુ ટર્નઓવર મહિને 5 થી 6 લાખનુ છે. 

4/5
image

હાલ આ કેફેમાં માત્ર બિયર અને વ્હીસ્કી ચા જ નહિ, પરંતુ અહીની વ્હાઈટ ટી પણ પોપ્યુલર છે. વ્હાઈટ ટીની ખાસિયત એ છે કે, તેમાં એન્ટી એજિંગ, એન્ટી નેચરલના ગુણો છે. સાથે જ અહી મોટાભાઈ ચા, ઓલંગ ટી, હમારીવાલી ચાય, મિલ્ક બેઝ્ડ સૌથી હોટ સેલિંગ છે. 

5/5
image