Sarva Pitru Amas: સર્વપિતૃ અમાસથી આ 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, દિવાળી પહેલા થશે મોટો આર્થિક લાભ
Sarva Pitru Amas Rashifal: પંચાંગ અનુસાર 2 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ છે. સર્વ પિતૃ અમાસ પછીના દિવસોમાં ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે જે 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે.
સર્વ પિતૃ અમાસ
શ્રાદ્ધ પક્ષમાં સર્વ પિતૃ અમાસ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે પિતૃના મોક્ષાર્થે વિશેષ કાર્ય કરવામાં આવે છે. આ વર્ષે સર્વ પિતૃ અમાસના બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર અને નવરાત્રીના પહેલા દિવસે શનિ નક્ષત્ર પરિવર્તન કરશે.
શનિ નક્ષત્ર પરિવર્તન
3 ઓક્ટોબર અને નવરાત્રીના પ્રથમ દિવસે શનિ બપોરે 12 કલાક અને 15 મિનિટે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં સૂર્ય, શુક્ર, બુધ અને મંગળનું પણ રાશિ પરિવર્તન થશે.
ઓક્ટોબર મહિનો
ઓક્ટોબર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. પહેલા નોરતે શનિના નક્ષત્ર પરિવર્તન પછી ઓક્ટોબર મહિનાના અંત સુધી ગ્રહોનું રાશિ પરિવર્તન થતું રહેશે. જેના કારણે ઓક્ટોબર મહિનો ત્રણ રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે.
વૃષભ રાશિ
સર્વ પિતૃ અમાસથી વૃષભ રાશિના લોકોના દિવસો બદલી જશે. આર્થિક ક્ષેત્રમાં લાભ મળવાના સંકેત છે. દિવાળી પહેલા આકસ્મિક ધંધા લાભ થઈ શકે છે. નોકરી શોધતા લોકોને સફળતા મળી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ આ સમય લાભદાયક રહેશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે અને કાર્યક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. દાંપત્યજીવન અને પારિવારિક જીવન પણ સારું રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ ઓક્ટોબર મહિનો લાભકારક રહેશે. આકસ્મિક ધન લાભ થવાના સંકેત મળી રહ્યા છે. માન સન્માન પ્રાપ્ત થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.
Trending Photos