61ની ઉંમરે પણ કુંવારા છે બોલીવુડના આ દિગ્ગજ ડાયરેક્ટર, પોતાની જાતને ગણે છે શ્રાપિત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

આજે અમે તમને બોલીવુડના એક એવા ઉમદા ડાયરેક્ટર વિશે જણાવીશું જેની ફિલ્મોમાં કામ કરવા માટે કલાકારો મરી પડતા હોય છે. તેમની ફિલ્મો 'લાર્જર ધેન લાઈફ' હોય છે. દિગ્દર્શક તરીકે તેમણે પોતાની કરિયરની શરૂઆત 28 વર્ષ પહેલા કરી હતી. આટલી લાંબી સફરમાં અનેક ઉતાર ચડાવ જોયા પરંતુ તેમની લોકપ્રિયતા દિન પ્રતિ દિન વધતી રહી. તેમની ફિલ્મોના સેટથી લઈને કહાની સુધી એટલું દમદાર હોય છે કે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ છે. પરંતુ હાલમાં જ તેમણે પોતાની જાતેને શ્રાપિત ગણાવી દીધી. 

કોણ છે આ દિગ્દર્શક

1/6
image

આ દિગ્દર્શક બીજુ કોઈ નહીં પરંતુ સંજય લીલા ભણસાલી છે. તેમણે  બોલીવુડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી. ડાયરેક્ટર તરીકે તેમની પહેલી મૂવી ખામોશી ધ મ્યૂઝીકલ હતી. આ ફિલ્મે લોકોનું ધ્યાન ખેંચ્યુ અને ક્રિકિક્સ તરફથી ખુબ વખાણ થયા. ત્યારબાદ દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, સાવરિયા, ગુઝારિશ, અને  બ્લેક જેવી ફિલ્મોએ તો બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી નાખ્યો. 

રેકોર્ડ નોંધાયો છે

2/6
image

ફિલ્મોમાં સારી નામના બાદ તેમણે વેબ સિરીઝમાં પણ ડેબ્યુ કર્યું. તેમની પહેલી વેબસિરીઝ હીરામંડી ઓટીટી પર જબરદસ્ત ધમાલ મચાવી ચૂકી છે. હવે આ સિરીઝની બીજી સીઝનની પણ જાહેરાત થઈ ગઈ છે. પોતાના સારા કામ બદલ સંજય લીલા ભણસાલીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. 

આ ફિલ્મના નામે છે રેકોર્ડ

3/6
image

આ રેકોર્ડ બાજીરાવ મસ્તાનીના નામે છે. આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. જેણે ફિલ્મના એક ગીત માટે સૌથી મોટી હ્યુમન ચેઈનનો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ આ ફિલ્મના ગીત ગજાનનના લોન્ચ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જેમાં 5 હજાર વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થયા હતા. હાલમાં જ સંજય લીલા ભણસાલીએ  હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા સાથે ઈન્ટરવ્યુમાં વાત કરી. 

સારી સોચ

4/6
image

સંજય લીલા ભણસાલીએ કહ્યું કે દરેક આર્ટિસ્ટે અપમાનિત થવું પડે છે. જો મજાક ઉડાવવામાં ન આવે કે તમારી સાથે કે તમારી સાથે જે ખોટું થયું તેને લઈને તમારામાં ગુસ્સો ન હોય તો એક્સપ્રેસ નહીં કરી શકો. આક્રોશથી આવે છે.  

પોતાની જાતને નસીબવાળો માનું છું

5/6
image

આ વાતચીતમાં ભણસાલીએ કહ્યું કે હું ખુશનસીબ છું કે કષ્ટમાં પેદા થયો છું. 300 સ્ક્વેર ફીટ બેરંગ ચાલમાં પેદા થયો. હું મારી જાતને નસીબદાર માનું છું કે હું એ પિતાને ત્યાં જન્મ્યો જે પોતાની પાછળ અધૂરા સપનાં છોડી ગયા. એટલે મને આટલું ધૈર્ય મળ્યું, જેટલું કોઈ ફિલ્મ મેકરને મળતું નથી. 

હું શ્રાપિત છું

6/6
image

ભણસાલીએ પોતાની જાતને શ્રાપિત પણ કહ્યા. તેમણે કહ્યું કે હું ખુબ શ્રાપિત અને બ્લેસ્ડ છું. મને ખુબ પ્રેમ મળ્યો અને નફરત પણ. હું ખુબ સફળ છું અને નિષ્ફળ પણ. આ વિરોધાભાસ છે જે મને બનાવે છે અને હું હંમેશા આવો જ રહીશ. તમને જણાવી દઈએ કે ભણસાલી 61 વર્ષના છે અને હજુ સુધી લગ્ન કર્યા નથી.