Records: ખતરામાં સચિન તેંડુલકરના આ 3 રેકોર્ડ, રોહિત શર્મા કરી શકે છે ધ્વસ્ત

Sachin Tendulkar International Cricket Records: સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ભલે ઘણા વર્ષો પહેલા નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ તેના કેટલાક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હજુ પણ અકબંધ છે. જોકે ડેશિંગ ઓપનર રોહિત શર્મા તેના 3 રેકોર્ડ તોડી શકે છે.

સચિનના 3 રેકોર્ડ ખતરામાં, રોહિત કરી શકે છે ધ્વસ્ત

1/5
image

વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકરે ભલે લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય, પરંતુ તેના ચાહકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. તેના ઘણા આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હજુ પણ અકબંધ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને ડેશિંગ ઓપનર રોહિત શર્મા પોતાના 3 રેકોર્ડ તોડી શકે છે.

શું સચિનની ભવિષ્યવાણી સાચી પડશે?

2/5
image

નિવૃત્તિ પછી સચિન તેંડુલકરને પૂછવામાં આવ્યું કે એવા કયા ભારતીય ખેલાડી છે જે તેના રેકોર્ડ તોડી શકે છે, તો તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માનો ઉલ્લેખ કર્યો. હવે લાગે છે કે તેની આગાહી સાચી સાબિત થઈ શકે છે.

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી

3/5
image

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન અને રોહિત શર્મા બરાબરી પર છે. બંનેએ આ ICC ટૂર્નામેન્ટમાં 6-6 સદી ફટકારી છે. હવે ભારતની યજમાનીમાં વર્લ્ડકપ રમાવાનો છે, એવામાં રોહિત આ મામલે સચિનને ​​પાછળ છોડી શકે તેવી આશા છે.

કેપ્ટનશિપ રેકોર્ડ

4/5
image

સચિન તેંડુલકરનો કેપ્ટનશિપનો રેકોર્ડ પણ ખતરામાં છે. રોહિતે કેપ્ટન તરીકે અત્યાર સુધી વનડેમાં 20 મેચ જીતી છે, સચિને કેપ્ટન તરીકે 23 વનડે જીતી હતી. એવામાં આશા છે કે રોહિત સચિનને ​​પછાડી આગળ નિકળી શકે છે. 

ODIમાં 10 હજાર

5/5
image

સચિને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવા માટે 259 ઇનિંગ્સ રમી હતી. રોહિતે અત્યાર સુધી 244 વનડેની 237 ઇનિંગ્સમાં 9837 રન બનાવ્યા છે. તે 164 રન બનાવતાની સાથે જ 10,000 નો આંકડો પાર કરી લેશે. આ મામલામાં પણ તે સચિનને ​​પાછળ છોડી શકે છે.