મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...

કેન્સર સાથે બે વર્ષની લડત બાદ આખરે આજે ઋષિ કપૂર જિંદગી સામેની જંગ હારી ગયા હતા. તે લ્યુકેમિયાથી પીડિતા હતા. અમેરિકામાં લાંબી સારવાર બાદ થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યા હતા. અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ બીજા જ દિવસે બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન થતા સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઋષિના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ કોરોના વાયરસને પગલે દેશની વર્તમાન પરિસ્થિતિઓને કારણે ચાહકોને એકતામાં શોક કરવાની વિનંતી કરી છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે બીમારી સામે છેલ્લા બે દિવસથી લડી રહ્યા હતા. અને જીવનના અંત સુધી તબીબી કર્મચારીઓ સાથે સતત મનોરંજન પણ કરતા રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક દુર્લભ તસવીરો પર એક નજર કરીએ, જે ખુદ ઋષિ કપૂરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. 

ઝી મીડિયા/બ્યૂરો :કેન્સર સાથે બે વર્ષની લડત બાદ આખરે આજે ઋષિ કપૂર જિંદગી સામેની જંગ હારી ગયા હતા. તે લ્યુકેમિયાથી પીડિતા હતા. અમેરિકામાં લાંબી સારવાર બાદ થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યા હતા. અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ બીજા જ દિવસે બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન થતા સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઋષિના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ કોરોના વાયરસને પગલે દેશની વર્તમાન પરિસ્થિતિઓને કારણે ચાહકોને એકતામાં શોક કરવાની વિનંતી કરી છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે બીમારી સામે છેલ્લા બે દિવસથી લડી રહ્યા હતા. અને જીવનના અંત સુધી તબીબી કર્મચારીઓ સાથે સતત મનોરંજન પણ કરતા રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક દુર્લભ તસવીરો પર એક નજર કરીએ, જે ખુદ ઋષિ કપૂરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. 

1/8
image

ઋષિ કપૂરનું આકસ્મિક નિધન તેમના ચાહકો માટે મોટો આંચકો છે. રાજકારણીઓથી લઈને બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સે દુખ વ્યક્ત કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ઋષિ કપૂર સતત તેમના ટ્વિટર પર તેમના બાળપણની, યુવાની કાળની અને સેટ પરની તસવીરો શેર કરતા રહ્યાં છે. ગાયિકા લતા મંગેશકર સાથે બાળ ઋષિ કપૂર.

2/8
image

દિગ્દર્શક યશ ચોપરા સાથે ઋષિ કપૂર

3/8
image

આ તસવીર ઋષિ કપૂરે નવેમ્બર, 2019મા શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, મૂળ "કોકા કોલા" જાહેરાત. બોની કપૂર, આદિત્ય કપૂર, iષિ કપૂર, તુતુ શર્મા અને તે ક્યૂટ બ્રાટ અનિલ કપૂર

4/8
image

એક્ટર પ્રાણ સાથે ઋષિ કપૂર 

5/8
image

મેરા નામ જોકર ફિલ્મ 18 ડિસેમ્બર, 1970 ના રોજ રીલિઝ થઈ હતી. ત્યારે કિશોર વયના ઋષિ કપૂરની ફિલ્મના પ્રીમિયરમાં પિતાના "એક્રોબેટ ડુપ્લિકેટ" ક્લોન સાથે તસવીર 

6/8
image

લિજેન્ડ એક્ટર દેવાનંદ સાથે...

7/8
image

એક્ટર રાકેશ રોશન સાથે ઋષિ કપૂરની મિત્રતા બહુ જૂની છે 

8/8
image

આ તસવીર શેર કરતા તેમણે લખ્યું હતું કે, મને હજી યાદ છે જ્યારે મેં તમારી સાથે પ્રથમ પ્રેમ રોગ અને તે પછી બોલ રાધા બોલમાં બરાબર 10 વર્ષ પછી કામ કર્યું હતું. ફિલ્મના સેટ પરની એક તસવીર