Photos: ભારતને મળી એક તીરથી બે શિકાર કરી શકે તેવી ગજબની Z Morh ટનલ, દુશ્મનોમાં મચ્યો હડકંપ, જાણો ખાસિયતો

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરની સોનમર્ગ સુરંગ 'ઝેડ મોડ'નું ઉદ્ધાટન કર્યું છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ડો. જિતેન્દ્ર સિંહ, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. 2024ની વિધાનસભા ચૂંટણી અને કેન્દ્ર  શાસિત પ્રદેશમાં ચૂંટાયેલી સરકાર આવ્યા બાદ પીએમ મોદીનો આ પહેલો જમ્મુ કાશ્મી પ્રવાસ છે. આ ઝેડ મોડ સુરંગ અંગે ભારત સહિત પાકિસ્તાન અને ચીનમાં હલ્લાબોલ છે. સરહદોની પેલે પાર રહેલા લોકોની ઊંઘ ઉડી ગઈ છે. આ સુરંગને બનતી રોકવા માટે આતંકીઓએ ખુબ કોશિશ કરી હતી. હુમલા કર્યા. પરંતુ કામ બંધ થયું નહીં અને આખરે સોમવારે આ સુરંગના ઉદ્ધાટન માટે પીએમ મોદી  ગાંદરબલ આવ્યા. આ કોઈ સામાન્ય સુરંગ નથી. જાણો તેની ખાસિયતો. શું થશે ભારતને ફાયદો અને ચીન પાકિસ્તાનની કેમ ઊંઘ ઉડી છે. 
 

શું છે આ ઝેડ મોડ સુરંગ?

1/8
image

સુરંગનું નિર્માણ હિમસ્ખલનની આશંકાવાળા વિસ્તારોમાં થઈ રહ્યું છે. જેનાથી ઠંડીમાં મોટાભાગના સમયમાં સોનમર્ગના રસ્તા દુર્ગમ બની જાય છે. સુરંગ રણનીતિની રીતે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે તે કાશ્મીરના એક લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગને તમામ ઋતુમાં સંપર્ક પ્રદાન કરશે. જે જગ્યાએ આ સુરંગ આવેલી છે ત્યાં ઝેડ આકારના રસ્તાના કારણે સુરંગને ઝેડ મોડ નામ આપવામાં આવ્યું છે. આ સુરંગનો હેતુ શ્રીનગરથી સોનમર્ગ અને ત્યારબાદ લદાખ વચ્ચેની પહોંચને સારી બનાવવાનો છે. 8,500 ફૂટથી વધુની ઊંચાઈ પર આવેલા રસ્તાનો આ એક મહત્વનો હિસ્સો ખાસ રીતે શિયાળાની ઋતુમાં હવામાન સ્થિતિને લઈને સંવેદનશીલ છે અને સુરંગનો હેતુ આ પડકારોને ઘટાડવાનો છે. 

ભારત માટે કેમ ખાસ છે

2/8
image

ઝેડ મોડ સુરંગ કાશ્મીર ઘાટી અને લદાખ બંને માટે રણનીતિક તથા આર્થિક મહત્વ ધરાવે છે. જેનો તાત્કાલિક લાભ સોનમર્ગ સુધી બારેય માસ પહોંચ સુનિશ્ચિત કરવાનો છે, આ સાથે જ તે લદાખને દેશના બાકી હિસ્સા સાથે જોડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સંવેદનશીલ સરહદી વિસ્તારોથી લદાખની નીકટતા જોતા સુરંગ સૈન્ય કર્મીઓ માટે તેજ અને વધુ વિશ્વસનીય પહોંચ પ્રદાન કરશે. જોજિલા સુરંગનું નિર્માણ ડિસેમ્બર 2026 સુધીમાં પૂરું થાય તેવી આશા છે. ત્યારે તેનું મહત્વ વધી જશે. જે છેલ્લે સોનમર્ગને લદાખમાં દ્રાસ સાથે જોડશે જેનાથી વિસ્તારની કનેક્ટિવિટી વધશે.  ઝેડ મોડ ટનલ 2700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી છે. તેનું નિર્માણ 2018માં શરૂ થયું હતું. ટનલ 434 કિલોમીટર લાંબા શ્રીનગર-કારગિલ-લેહ હાઈવે પ્રોજેક્ટનો ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ 31 ટનલ બનાવવામાં આવી રહી છે. જેમાંથી 20 જમ્મુ અને કાશ્મીરમાં અને 11 લદાખમાં છે. 

3/8
image

ટનલ પ્રોજેક્ટની શરૂઆત 2012માં થઈ હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને આ ટનલ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં પ્રાઈવેટ કંપનીને સોંપાયો. PPP મોડલ હેઠળ બનેલી આ ટનલ ઓગસ્ટ 2023માં સુધીમાં શરૂ થવાની હતી પરંતુ કોરોના કાળમાં બાંધકામ અટક્યું હતું. ત્યારબાદ ચૂંટણી આવતા આચારસંહિતા લાગી અને તેનું ઉદ્ધાટન પણ ટળ્યું. પ્રોજેક્ટ પૂરો થવામાં કુલ 12 વર્ષ લાગ્યા. આ ટનલ સમુદ્ર તળથી 2600 મીટર એટલે કે 5652 ફૂટની ઊંચાઈ પર બનેલી છે. જે વર્તમાન ઝેડ શેપ રોડથી લગભગ 400 મીટર નીચે બનેલી છે. 

NATM ટેક્નોલોજીથી બની છે ટનલ

4/8
image

આ ટનલ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડથી બનેલી છે. આ પ્રોસેસમાં ટનલ ખોદવાની સાથે સાથે જ તેનો કાટમાળ પણ કાઢવામાં આવે છે. જેમ જેમ કાટમાળ કાઢીને અંદરની બાજુ રસ્તો બને છે તેમ તેમ ટનલ વોલ પણ તૈયાર થાય છે. તેનાથી પહાડો ધસી પડવાનું જોખમ નથી રહેતું. NATM ટેક્નોલોજીમાં ટનલનું કામ શરૂ થતા પહેલા પહાડ, તેની આસપાસ જળવાયુ, માટી વગેરેની તપાસ થાય છે. અંદાજો લગાવવામાં આવે છે કે ટનલ પ્રોસેસમાં એક સમયમાં કેટલી મશીનરી અને કેટલા લોકો અંદર કામ કરી શકશે જેનાથી પહાડના બેસને નુકસાન ન પહોંચે અને અકસ્માતની સ્થિતિ પેદા ન થાય. 

2018માં તે એશિયાની સૌથી મોટી ટનલ હશે

5/8
image

ઝેડ મોડ ટનલની આગળ બ નેલી રહેલી જોજિલા ટનલનું કામ 2028માં પૂરુ થશે. તેના તૈયાર થયા બાદ બાલટાલ (અમરનાથ ગુફા), કારગિલ અને લદાખને કનેક્ટિવિટી મળશે. બંને ટનલ શરુ થયા બાદ તેની કુલ લંબાઈ 12 કિલોમીટરની થશે. જેમાં 2.15 કિમીની સર્વિસ / લિંક રોડ પણ જોડાશે. ત્યારબાદ તે એશિયાની સૌથી મોટી ટનલ  બનશે. હાલ હિમાચલ પ્રદેશમાં બનેલી અટલ ટનલ એશિયાની સૌથી મોટી ટનલ છે. જેની લંબાઈ 9.2 કિલોમીટર છે. તે મનાલીને લાહૌલ સ્પિતી સાથે જોડે છે.   

શું છે સુવિધાઓ

6/8
image

સુરંગથી પ્રતિ કલાક 1000 વાહન પસાર થઈ શકે છે. આ બે લેનવાળી રોડ ટનલ છે. તેમાં ઈમરજન્સી સ્થિતમાં બચાવ માટે સમાનંતર 7.5 મીટર પહોળો રસ્તો છે. આ સુરંગમાં અત્યાધુનિક વેન્ટિલેશન સિસ્ટમ, એસ્કેપ ટનલ અને અન્ય સુવિધાઓ છે. વર્ષ 2028 સુધીમાં નિર્ધારિત સમયમાં જોજિલ સુરંગ પૂરી થતા આ માર્ગની લંબાઈ 49 કિમી ઘઠીને 53 કિમી કરશે. તથા વાહનોની ઝડપને 30 કિમી પ્રતિ કલાકથી વધારીને 70 કિમી પ્રતિ કલાક કરશે. જેનાથી શ્રીનગર ઘાટી અને લદાખ વચ્ચે નિર્બાધ એનએચ-1 કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. 

7/8
image

બંને ટનલ પ્રોજેક્ટ પૂરા થવાથી આર્મી ઓછા ખર્ચામાં સામાન LAC સુધી પહોંચાડી શકશે. આ સાથે જ ચીન બોર્ડરથી પાકિસ્તાન બોર્ડર સુધી બટાલિયન મૂવ કરવામાં પણ સરળતા રહેશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષે 20 ઓક્ટોબર 2024ના રોજ આતંકીઓએ આ ટનલના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. બે આતંકી ગગનગીરમાં મજૂરોના કેમ્પમાં ઘૂસી ગયા અને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટનલ નિર્માણનું કામ કરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના 6 મજૂરો સહિત 7 લોકો માર્યા ગયા હતા. હુમલામાં એક સ્થાનિક ડોક્ટરનું પણ મોત થયું હતું. 

પાકિસ્તાન ચીનની ઊંઘ ઉડી

8/8
image

ભારતીય સેના માટે આ પ્રોજેક્ટ ખુબ મહત્વપૂર્ણ છે. ઝેડ મોડ સુરંગ, જોજિલા સુરંગ પ્રોજેક્ટ બાદ લદાખમાં સુરક્ષા દળોની તેજ અવરજવર સુનિશ્ચિત થશે. ધ ટ્રિબ્યુનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ 1999ના યુદ્ધ દરમિયાન કારગિલમાં આપૂર્તિ મોકલવામાં રક્ષા દળો દ્વારા ભોગવવામાં આવેલી મુશ્કેલીઓ બાદ ઝેડ મોડ અને જોજિલા સુરંગના માધ્યમથી લદાખને કશ્મીર સાથે જોડવાનો વિચાર સામે આવ્યો હતો. પ્રોજેક્ટ પૂરો થતા બંને સુરંગો લદાખને પણ તમામ ઋતુમાં કનેક્ટિવિટી આપશે. એક એવું ક્ષેત્ર જ્યાં અવારનવાર ભારે બરફવર્ષાના કરાણે મહિનાઓ સુધી તે હિસ્સો  દેશના બાકી ભાગ સાથે સંપર્કવિહોણો રહે છે. જમ્મુ યુનિવર્સિટીમાં વ્યુહાત્મક અને ક્ષેત્રીય અભ્યાસ વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર વીરેન્દ્ર કૌંડલે જણાવ્યું કે એકવાર જોજિલા સુરંગ પૂરી થયા બાદ ભારતનું પાકિસ્તાન અને ચીન પર  ભૂ રણનીતિક પ્રભુત્વ રહેશે. કારણ કે તેનાથી આ વિસ્તારમાં સૈનિકોની તેજ અવરજવર શક્ય રહેશે. તેમણે જણાવ્યું કે 1999ના યુદ્ધ વખતે રક્ષાદળોને પાકિસ્તાનની સરહદ નજીકના વિસ્તારોમાં દારૂગોળો અને સાધન સામગ્રી મોકલવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે ઝેડ મોડ અને જોજિલા સુરંગો બાદ રક્ષાદળોને રણનીતિક લાભ મળશે. જેનાથી લદાખમાં ભારે તોપખાના જલદી તૈનાત કરી શકશે. 

Trending Photos