બજેટમાં થઈ શકે છે આ 5 એલાન, મધ્યમ વર્ગ થઈ જશે ખુશખુશાલ; કરદાતાઓની પણ થશે બલ્લે-બલ્લે!

Budget Expectations 2025: બજેટ 2025થી મધ્યમ વર્ગ અને કરદાતાઓને અનેક પ્રકારની રાહત મળવાની આશા છે. આ સુધારાઓ માત્ર વ્યક્તિગત ખર્ચને જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે. હવે જોવાનું એ રહે છે કે આ બજેટમાં નાણામંત્રી શું પગલા ઉઠાવે છે.

1/6
image

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીએ 2025નું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં મધ્યમ વર્ગ અને કરદાતાઓને ઘણી અપેક્ષાઓ છે. અર્થશાસ્ત્રીઓ અને ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે, જો સરકાર આવકવેરામાં રાહત આપે તો મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા બચશે અને કન્સમ્પ્શન વધશે. અહીં જાણો તે 5 મોટા પગલા જેની ઉમ્મીદ આ બજેટમાં કરવામાં આવી રહી છે.

2/6
image

નિષ્ણાતોનું માનવું છે કે, 15-20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે ટેક્સના દરમાં ઘટાડો થઈ શકે છે. વર્તમાન સિસ્ટમ હેઠળ 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. મોંઘવારીના હાલના સ્તરને ધ્યાનમાં લેતાં મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ મજબૂત બને તે માટે ટેક્સમાં ઘટાડો કરવો જરૂરી બની ગયો છે.

સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં વધારો

3/6
image

નોકરી કરતા લોકો સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. હાલમાં જૂની ટેક્સ રિઝિમમાં 50,000 રૂપિયા અને નવી ટેક્સ રિઝિમમાં 75,000 રૂપિયાનું સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે છે. મોંઘવારીને જોતા આ કપાતને વધુ વધારવાની માંગ છે. જો આમ થશે તો નોકરિયાત વર્ગને મોટી રાહત મળી શકે છે.

સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત

4/6
image

સિનિયર સિટીઝન માટે ટેક્સ મુક્તિ મર્યાદા વધારવાની માંગ છે. વર્તમાન સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયા (જૂની રિઝિમ) અને 3 લાખ રૂપિયા (નવી રિઝિમ) સુધીની આવક પર ટેક્સ મુક્ત છે. નિષ્ણાતોનું સૂચન છે કે, આ મર્યાદા વધારીને નવા રિઝિમમાં 10 લાખ રૂપિયા અને જૂની રિઝિમમાં 7 લાખ રૂપિયા કરવી જોઈએ.

5/6
image

હોમ લોન પર કલમ 24B હેઠળ વ્યાજ પર 2 લાખ રૂપિયાની છૂટ મળે છે. તેને 3 લાખ રૂપિયા સુધી વધારવાની જરૂર હોવાનું કહેવાય છે. આ સાથે જ પ્રિન્સિપલ રકમ પર મળનાર ડિડક્શન માટે નવી કેટેગરી બનાવવાનું સૂચન આપવામાં આવ્યું છે, જેથી કરદાતાઓને વધુ રાહત મળી શકે.

6/6
image

કલમ 80D હેઠળ હેલ્થ પોલિસી પ્રીમિયમ પર 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 25,000 રૂપિયા અને સિનિયર સિટીઝનને 50,000 રૂપિયાની છૂટ મળે છે. આ મર્યાદાને અનુક્રમે 50,000 રૂપિયા અને 75,000 રૂપિયા સુધી વધારવાની માંગ છે. તેનાથી મેડિકલ ખર્ચમાં રાહત મળવાની અપેક્ષા છે.