કરિયર માટે દિગ્ગજ કલાકારનું લગ્નનું માંગુ ફગાવ્યું, પછી બિઝનેસમેન સાથે કરી લીધા લગ્ન

પોતાના દોરની જાણીતી અભિનેત્રી મુમતાઝનું નામ ભલે અનેક કલાકારો સાથે જોડાયું હોય પરંતુ તેમણે લગ્ન બિઝનેસમેન મયૂર માધવાણી સાથે કર્યા હતા. 

સુંદર અને ચુલબુલી અભિનેત્રી

1/5
image

60 અને 70ના દાયકાની સુંદર અને ચુલબુલી તથા એકદમ હટકે અભિનેત્રીઓની યાદીમાં મુમતાઝનું નામ તો જરૂર સામેલ હશે. મુમતાઝની રાજેશ ખન્ના સાથે જોડી લોકોને ખુબ ગમતી હતી. બંનેએ એક સાથે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 

આ કપૂર પરિવારના નબીરાએ કર્યું હતું પ્રપોઝ

2/5
image

રાજેશ ખન્ના ઉપરાંત જે કલાકારો સાથે તે સૌથી વધુ લોકોને પસંદ પડ્યા તે હતા  ધર્મેન્દ્ર અને શમ્મી કપૂર. મુમતાઝ અને શમ્મી કપૂરના પ્રેમના તો ખુબ ચર્ચા પણ ચાલ્યા હતા. આ બધા વચ્ચે શમ્મી કપૂર મુમતાઝને એટલા પસંદ કરવા લાગ્યા કે તેમણે તો લગ્ન માટે સાફ સાફ પ્રપોઝ પણ કરી નાખ્યું હતું. પરંતુ મુમતાઝે રિજેક્ટ કરી દીધા હતા. 

મુમતાઝે ઠુકરાવ્યો સંબંધ

3/5
image

વાત જાણે એમ હતી કે તે વખતે મુમતાઝ 17 વર્ષના હતા અને તેમની કરિયર પીક પર હતી જ્યારે શમ્મી કપૂર પહેલેથી પરીણિત હતા અને પિતા પણ બની ચૂક્યા હતા તથા તે સમય દરમિયાન તેમના પત્નીનો સ્વર્ગવાસ પણ થઈ ચૂક્યો હતો. આવામાં શમ્મી કપૂર ઈચ્છતા હતા કે મુમતાઝ બધુ છોડીને તેમની સાથે લગ્ન કરે અને તેમના પરિવારને અપનાવે. પરંતુ મુમતાઝ તે વખતે તેમની કરિયર છોડવાના મૂડમાં જરાય નહતા. 

બિઝનેસમેન સાથે કર્યા લગ્ન

4/5
image

મુમતાઝે શમ્મી કપૂરની પ્રપોઝલ રિજેક્ટ કરી અને પછી કરિયરમાં બીઝી થઈ ગયા. પરંતુ 1974માં તેમણે બિઝનેસમેન મયૂર માધવાણીને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા. લગ્ન બાદ મુમતાઝ ખુબ જ ઓછી ફિલ્મોમાં જોવા મળ્યા અને પછી જોત જોતામાં તો સ્ક્રીનથી ગાયબ થઈ ગયા. 

બે પુત્રીઓના માતા

5/5
image

મુમતાઝ લગ્ન બાદ બે પુત્રીઓના માતા બન્યા. જેમાંથી એક પુત્રી નતાશાએ ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન સાથે લગ્ન કર્યા છે. આથી એ રીતે મુમતાઝ ફિરોઝ ખાનની વેવાણ છે. તેમનું લગ્નજીવન હંમેશા ખુશખુશાલ રહ્યું છે અને થોડા સમયથી તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે. રિયાલિટી શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.