ગરમીમાં આવી રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, આ 5 ડ્રિંક્સ પીવાથી થશે ફાયદો

નવી દિલ્લીઃ ગરમીમાંથી સૌકોઈ બચવા માગે છે. ખાસ કરીને હાલ દેશમાં ભયંકર ગરમી પડી રહી છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી બચવા આજે અમે તમને અમુક નાની નાની ટિપ્સ જણાવીશું. જે તમને ગરમીમાંથી રાહત આપવામાં મદદ કરશે. 

હાઈડ્રેટેડ રહોઃ

1/5
image

ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું  ખુબ જ જરૂરી છે. ગરમીમાં શરીરને વધારેમાં વધારે પાણી આપવાનું હોય છે. લૂથી બચવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે, તમારી બોડીમાં પાણીની કમી ન થાય. એટલા માટે જરૂરી છે કે સતત પાણી પીતા રહેવું. 

હળવો ખોરાકઃ

2/5
image

ગરમીની સિઝનમાં એમ પણ કંઈ વધારે ખાવાની ઈચ્છા નથી થતી. પણ આ ગરમીમાં તમને બિલકુલ જમવાનું ન છોડો. તમારી બોડીને હળવો અને પોષ્ટિક આહાર આપો. ઓછું ખાવ પણ ખાવ જરૂર. ખાવાથી તમારી બોડીને ગરમીમાંથી બચવા તાકાત મળશે.

સનસ્ક્રિન લગાવોઃ

3/5
image

સખત તડકાથી ખુબ જ હેરાન પરેશાન થઈ જવાય. આ તડકામાં તમને ટૈનિંગ થઈ શકે છે. અને તમે બિમાર પણ પડી શકો છો. ડાયરેક્ટ સનલાઈનથી બચવા માટે તમારે ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં ચહેરા પર અને હાથ-પગ પર સનસ્ક્રિન લગાવો.

ફ્રેશ જમવાનું લોઃ

4/5
image

ગરમીની સિઝનમાં વાસી ખાવાથી બચો. વાસી ખાવાથી તમને તાકાત નહીં મળે અને વાસી ખાવાનું તમારા પેટને પણ ખરાબ કરી શકે છે. એટલા માટે તડકામાં ફ્રેશ જ જમવું જોઈએ. 

દારૂનું સેવન ન કરોઃ

5/5
image

વધારે દારૂનું સેવન કોઈપણ સિઝનમાં હાનિકારક જ હોય છે. પરંતુ ગરમીમાં વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. તડકામાં વધારે સેવન કરવાથી પરસેવો વધુ વળે છે અને વધારે પેશાબ આવવાથી ડિહાઈડ્રેટ થઈ શકો છો.