અચાનક કચરાના ઢગલાની સામે જ બેસી ગયા જજસાહેબ, પછી જે થયું...ખાસ જુઓ PICS
દેશને સ્વચ્છ કરવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનનો એક અલગ અને અનોખો નજારો કેરળના કોચ્ચિમાં જોવા મળ્યો.
દેશને સ્વચ્છ કરવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનનો એક અલગ અને અનોખો નજારો કેરળના કોચ્ચિમાં જોવા મળ્યો. કોચ્ચિના એક બજારમાં કચરના ઢગલા પર નિગમનું ધ્યાન ખેંચવા માટે એક ન્યાયાધીશ તેની પાસે જઈને બેસી ગયાં.
ઉપ ન્યાયાધીશ તથા એર્નાકુલમ જિલ્લા કાનૂની સેવા ઓથોરિટીના સચિવ એ એમ બશીરને જ્યારે શાકભાજી અને ફળ બજારના વેપારીઓએ સૂચના આપી કે ત્યાં એક મહિના કરતા વધુ સમયથી કચરાનો ઢગલો ખડકાયો છે અને કોઈ તેને હટાવી રહ્યું નથી ત્યારે તેમણે આ સીધી કાર્યવાહી કરી.
વેપારીઓની સૂચના મળ્યા બાદ ન્યાયાધીશ ત્યાં પહોંચ્યાં અને બજારમાં લાઈસન્સ વગર ચાલી રહેલી દુકાનોનું નિરીક્ષણ કર્યું. દુકાનોનું નિરીક્ષણ કર્યા બાદ ન્યાયાધીશે એક દુકાનથી ખુરશી મંગાવી અને કચરાના ઢગલા પાસે બેસી ગયાં.
તેમણે કહ્યું કે જ્યાં સુધી અહીંથી કચરાનો ઢગલો નહીં હટાવવામાં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી ઉઠશે નહીં. ન્યાયાધીશના આ પગલાં બાદ પોલીસ અને નગર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ એક્શનમાં આવી ગયાં.
નિગમના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને સફાઈ કરી. નિગમે બુલડોઝર મંગાવીને કચરો હટાવ્યો. કચરો હટાવ્યાં બાદ જ જજસાહેબ પોતાની ખુરશી પરથી હટ્યાં. આ સમગ્ર ઘટના 12 જૂનની હોવાનું કહેવાય છે. આ પગલાંને દરેક જણ બિરદાવી રહ્યાં છે. (ફોટો સાભાર-ANI)
Trending Photos