જામનગરના મહારાજાની દરિયાદિલીનો એ કિસ્સો, જેને કારણે ભારતના વખાણ વખાણ થઈ ગયા હતા

આ કહાની ભારતના વસુધૈવ કુટુમ્બકમની ફિલોસોફી સાથે જોડાયેલ છે. કહાની બીજા વિશ્વ યુદ્ધની છે

ઝી મીડિયા/બ્યૂરો :તમે પોલેન્ડ (Poland) નું નામ સાંભળ્યુ હશે. ઈતિહાસ, ભૂગોળમાં ભણાવવામા આવતા દેશોમાં આ દેશનું નામ પણ આવ્યું છે. પણ શું તમે જાણો છો કે, આ દેશનું ગુજરાત સાથે એક ખાસ કનેક્શન છે. પોલેન્ડની રાજધાનીન વોરસેમાં જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના નામ પર એક વિસ્તાર સમર્પિત કરવામાં આવ્યો છે. આ કહાની ભારતના વસુધૈવ કુટુમ્બકમની ફિલોસોફી સાથે જોડાયેલ છે. કહાની બીજા વિશ્વ યુદ્ધની છે. જ્યાં 1993 માં જર્મની અને રશિયાની સેનાએ પોલેન્ડ પર કબજો કર્યો હતો. આ યુદ્ધમાં પોતાના દેશને બચાવવા માટે પોલેન્ડના હજારો સૈનિકો માર્યા ગયા હતા અને તેમના બાળકો અનાથ થયા હતા. 

1/2
image

1941 સુધી આ બાળકો પોલેન્ડની શિબિરમાં રહેતા હતા, પરંતુ તેના બાદ રશિયાએ બાળકોને ત્યાથી ભગાડી મૂકવાનુ શરૂ કર્યુ હતું. ત્યાં 600 થી વધુ બાળકો એકલા કે તેમના માતા સાથે એક નાવડીમાં સવાર થઈને જીવ બચાવવા નીકળી પડ્યા હતા. પરંતુ ડઝનેક દેશોએ તેમને શરણ આપવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમની બોટ મુંબઈ પહોંચી તો જામનગરના મહારાજા દિગ્વિજય સિંહે દરિયાદિલી બતાવી હતી, અને તે તમામને શરણ આપ્યુ હતું. એ સમયે ભારત ગુલામ હતું અને અંગ્રેજોએ આ બાળકોને આશ્રય આપવાનો ઈન્કાર કર્યો હતો.   

દર વર્ષે બાલાચડી આવે છે પોલેન્ડના રહેવાસીઓ

2/2
image

1946 સુધી પોલેન્ડના રિફ્યુજી બાળકો જામનગરથી 25 કિલોમીટર દૂર બાલાચડી ગામમાં રહેતા હતા અને તેના બાદ પોલેન્ડ સરકારે તેમને પરત બોલાવ્યા હતા. 14989 માં જ્યારે પોલેન્ડ રશિયાથી અલગ થયુ, તો ત્યાંના લોકોએ આભાર વ્યક્ત કરવા માટે જામ સાહેબના નામ પર એક રસ્તાનું નામ રાખ્યુ હતું. આજે પણ પોલેન્ડથી દર વર્ષે કેટલાક લોકો જામનગરના બાલાચડીમાં આવે છે. તેઓ આવીને આ ધરતીને પ્રણામ કરે છે, જેમાં બીજા વિશ્વ યુદ્ધમાં તેમનો જીવ બચી ગયો હતો.