Photos: ગુજરાતની બાજુમાં જ આવેલું છે આ 'મિની માલદીવ', ફિલ્મોનું થાય છે શુટિંગ, વિદેશીઓ પણ આવે છે ફરવા

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલી આ જગ્યા સ્વર્ગથી જરાય કમ નથી. આ સાથે જ જો તમે માલદીવ ફરવાનો પ્લાન બનાવતા હોવ તો આ જગ્યા વિશે તમારે ચોક્કસ વિચારવું જોઈએ કારણ કે આ જગ્યા જોવામાં તમને માલદીવ ઉપરાંત લદાખ, કાશ્મીર જેવી પણ લાગશે. 

1/6
image

રાજસ્થાન પોતાની રસપ્રદ સંસ્કૃતિ, ઈતિહાસ અને સ્થળો વિશે જાણીતું છે. અહીં એવી અનેક જગ્યાઓ છે જે પોતાના વારસાગત શૈલીને લીધે પ્રખ્યાત છે. જેમ કે જયપુર, જોધપુર, ઉદયપુર, અલવર. પરંતુ રાજસ્થાન માત્ર અહીં સુધી સિમિત નથી. અહીં તમને રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન અને તેમાં પણ ગુજરાતીઓનું ફેવરિટ માઉન્ટ આબુ પણ જોવા મળશે. ઝરણા, પહાડો, ગુફાઓ, નદીઓ જેવી જગ્યાઓ આ રાજસ્થાનની શાન વધારે છે. અહીં એક એવી પણ જગ્યા છે જેને લોકો માલદીવ સમજી બેસે છે. જો તમે માલદીવ જવાનું વિચારતા હોવ તો ઓછા બજેટમાં માલદીવ જેવી જ જગ્યા ફરવાનો આ સારો વિકલ્પ કહી શકાય. જાણો આ જગ્યા વિશે. 

નાનકડું માલદીવ

2/6
image

આ જે  જગ્યાની વાત થાય છે તે કિશનગઢમાં આવેલી છે. સ્વર્ગ જેવી દેખાતી આ જગ્યા પર અનેક પહાડો આવેલા છે અને તે 'મૂન લેન્ડ ઓફ રાજસ્થાન' પણ કહેવાય છે. વર્ષોથીઆ જગ્યા લોકોને લલચાવતી રહી છે. અહીં અનેક વીડિયોગ્રાફી અને ફોટોશૂટ કરવા માટે પણ આવે છે. આએક એવું લોકેશન છે જે ફિલ્મોના શુટિંગ માટે પણ જાણીતું છે. આ જગ્યાએ તમે માલદીવ જેવો આનંદ મેળવી શકો છો અને ખાસ વાત એ છે કે તે જયપુર દિલ્હી નજીક છે. અહીં તમે સરળતાથી કારથી પણ જઈ શકો છો.   

ડમ્પિંગ યાર્ડમાં મિની માલદીવ

3/6
image

રાજસ્થાનનું આ સ્થળ કિશનગઢના ડમ્પિંગ એરિયામાં જોઈ શકાય છે. અહીંની સફેદ સુંદરતા તમને ખુબ આકર્ષશે. રાજસ્થાનનું આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ કુદરતી સુંદરતાના કારણે તો ખરું જ પરંતુ માનવ સર્જિત વસ્તુઓ માટે પણ જાણીતું છે. કિશનગઢ વાસીઓ જ્યારે ભેગા થયેલા કચરાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેની શરૂઆત થઈ. ત્યારે તેમણે કચરો સાફ કરવા માટે તેને સંગેમરમરનું ક્ષેત્ર બનાવી દીધુ. અહીં સાંજ ખુબ જ સુંદર લાગે છે. અહીં તમે આરામથી બેસી શકો છો અને પાર્ટનર સાથે ફરી પણ શકો છો. અહીંનું વાદળી પાણી લોકોને આકર્ષે છે.  

અનેક ગીતો અને ફિલ્મોનું શુટિંગ

4/6
image

આ જગ્યા એટલી સુંદર છે કે અનેક ફિલ્મોના શુટિંગ અને ગીતો માટે તેનો ઉપયોગ કરાયો છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ના યુ કરકે ગીત અહીં શૂટ કરાયું હતું. આ સાથે જ કપિલ શર્માની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંઅને ભાગી 3 જેવી ફિલ્મોના ગીતોનું પણ અહીં શુટિંગ થયું હતું. આ સાથે જ અનેક ટીવી એડ્સનું પણ અહીં શુટિંગ થતું રહે છે. પંજાબી ગીતોના શુટિંગ માટે આ લોકેશનનો ઉપયોગ થાય છે. આ જગ્યાએ અનેક ફોટોશૂટ અને વીડિયોગ્રાફી પણ થાય છે.  

એન્ટ્રી ફ્રી પણ મંજૂરી જરૂરી

5/6
image

જો તમારે આ જગ્યાએ શુટિંગ કરવું હોય કે લોકેશન જોવા માંગતા હોવ તો તમારે અહીં આવવા માટે પરમિશન લેવી પડશે. ડમ્પિંગ યાર્ડથીઆ જગ્યા ફક્ત 500 મીટરના અંતરે છે. તમારે તમારું આઈડી કાર્ડ આપવાનું રહેશે અને એન્ટ્રી માટે પાસની જરૂર પડશે. પાસ બનાવડાવા માટે તમારે કેટલાક ફોર્મ ભરવા પડશે. આમ આ રીતે મને યાર્ડમાં જવાની મંજૂરી મળી જશે. પ્રવેશ એકદમ વિનામૂલ્ય છે અને તમારે ફક્ત મંજૂરી લેવાની રહેશે. અન્ય પરિસ્થિતિઓમાં શૂટિંગની એક રાત પહેલા કોઈ પણ ડ્રોન કે કેમેરા સાથે ફોટો કે વીડિયોશૂટ પહેલા પણ તમારે મંજૂરી લેવી પડશે. 

કિશનગઢ કેવી રીતે જવું

6/6
image

તે અજમેરથી 30 કિમી અને જયપુરથી 103 કિમી દૂર છે. જેમાં તમને અજમેરથી અડધો કલાક અને જયપુરથી કિશનગઢ પહોંચવામાં 2 કલાકનો સમય લાગશે. એન્ટ્રી સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી છે. વ્યક્તિદીઠ 50 રૂપિયાનો ખર્ચ  કરીને માર્બલ એસોસિએશન કાર્યાલયથી મંજૂરી લેવાની રહેશે. આ જગ્યાએ ફરવા માટે સૌથી સારો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી છે. આ સાથે જ આ જગ્યા પર તમે શિયાળામાં પણ ફરી શકો છો.