ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે IND vs BAN, જાણો કેવી છે દુબઈની પિચ અને કેવું રહેશે હવામાન ?

IND vs BAN : 7 વર્ષ બાદ વાપસી કરી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની બીજી મેચ ગુરુવારે દુબઈમાં રમાશે, જ્યાં ભારત અને બાંગ્લાદેશ તેમના અભિયાનની શરૂઆત કરશે. ત્યારે એ જાણી લઈએ કે આવતીકાલનું હવામાન કેવું રહેશે અને દુબઈની પિચ કેવી હશે.

1/5
image

IND vs BAN : ભારત ગુરુવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ વખતે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન છે, પરંતુ સુરક્ષાના કારણોસર ભારતે પાકિસ્તાન જવાની ના પાડી હતી. આ પછી ICCએ દુબઈમાં ભારતની તમામ મેચો આયોજિત કરવાનો નિર્ણય લીધો અને આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમાઈ રહી છે. 

2/5
image

ભારત તેની તમામ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ ટુર્નામેન્ટની તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

3/5
image

જો આપણે દુબઈની પીચની વાત કરીએ તો અહીંની પિચ બેટ્સમેન અને બોલરોની દ્રષ્ટિએ સંતુલિત માનવામાં આવે છે. આ વખતે આ ટુર્નામેન્ટ માટે બે પીચો તૈયાર કરવામાં આવી છે. ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળવાની આશા છે. બાદમાં જેમ જેમ રમત આગળ વધે તેમ સ્પિનરોને પણ અહીં મદદ મળે તેવી શક્યતા છે.

4/5
image

બેટ્સમેનો માટે પણ આ પિચ સારી મનાય છે. જેમ ફાસ્ટ બોલરોને ઓછી મદદ મળે છે, તેવી જ રીતે બેટ્સમેનોને અહીં રન બનાવવાનું સરળ રહેશે. તેથી આ પિચ પર સંતુલિત રમતની પૂરેપૂરી શક્યતાઓ છે.

5/5
image

દુબઈના હવામાનની વાત કરીએ તો, મેચના દિવસે અહીંનું વાતાવરણ ગરમ રહેશે. પરંતુ ગુરુવારે સવારે વાદળો છવાયેલા રહેશે, પરંતુ બપોર સુધીમાં આકાશ સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે. શહેરનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે.