Charge Smartphone Without Charger: ચાર્જર વગર કેવી રીતે કરશો તમારો ફોન ચાર્જ? ફટાક દઈને ફૂલ થઈ જશે બેટરી

Charge Smartphone Without Charger: જ્યારે ફોનની બેટરી પુરી થઈ જાય છે અને તમારી પાસે ચાર્જર હોતું નથી, તો તમે ઘણા પરેશાન થતા હશો. આ સમસ્યા કોઈના પણ સાથે થઈ શકે છે. એવી સ્થિતિમાં સૌથી વઘુ લોકો ફોનમાં પાવર સેવિંગ મોડ ઓન કરી નાંખે છે, જેના કારણે બેટરી ઓછી વપરાય. આ બેટરી બચાવવાનો કારગર રીત છે પરંતુ તેનાથી ફોન ચાર્જ થતો નથી. આજે અમે તમને અમુક એવી ટેકનિક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે વગર ચાર્જરે પણ તમારા ફોનને ચાર્જ કરી શકો છે. આ ટેકનિક મુશ્કેલીના સમયે કામ આવશે. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ચાર્જર વગર ફોન ચાર્જ કરી શકો છો.

USB પોર્ટનો ઉપયોગ

1/5
image

જો તમારી પાસે USB કેબલ છે, તો તમે તમારા ફોનને લેપટોપ કે કોમ્પ્યુટરના યૂએસબી પોર્ટમાં લગાવીને ચાર્જ કરી શકો છો. દરેક લેપટોપ અને કોમ્પ્યુટરમાં યૂએસબી પોર્ટ હોય છે, જેનાથી તમે તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

વાયરલેસ ચાર્જર

2/5
image

જો તમે સ્માર્ટફોનમાં વાયરલેસ ચાર્જિંગનું ફીચર છે અને તમારી પાસે વાયરલેસ ચાર્જર છે, તો તમે તમારા ફોનને ચાર્જ કરવા માટે તેણે ચાર્જિંગ પેડ પર રાખી શકો છો. વાયરલેસ ચાર્જિંગનું ફીચર પ્રીમિયમ સ્માર્ટફોન્સમાં હોય છે.

રિવર્સ વાયરલેસ ચાર્જિંગ

3/5
image

અમુક નવા સ્માર્ટફોન્સમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગનું ફીચર હોય છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારા ફોનને એક ચાર્જિંગ ડિવાઈસમાં બદલી શકો છો અને બીજા ડિવાઈસ જેવા કે વાયરલેસ ઈયરબડ્સ કે સ્માર્ટવોચને ચાર્જ કરી શકો છો.

સોલર ચાર્જર

4/5
image

સોલર ચાર્જર એક એવું ડિવાઈસ છે જે સૂર્યની રોશનીથી વિજળી પૈદા કરે છે અને તેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે કરી શકો છો.

પાવર બેંક

5/5
image

પાવર બેંક એક પોર્ટેબલ બેટરીની જેમ હોય છે જેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે કરી શકો છો. જો તમે કારમાં છો, તો તમે કાર ચાર્જરનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરી શકો છો.