લખી રાખજો! આ તારીખે આવશે આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પહેલો વરસાદ, અંબાલાલે કરી નવી આગાહી
Ambalal Patel Prediction: બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલુ આવશે. કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.
આંધી-વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે અગાઉથી કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે.
ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 28 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.
હવામાન વિભાગે 15 મેએ કેરળમાં ચોમાસાના આગમાનની તારીખ માટે 31 મેની આગાહી કરી હતી. ચોમાસાને બંગાળની ખાડી તરફ આગળ વધવામાં રેમલ વાવાઝોડાએ ભરપૂર મદદ કરી છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસાનો પ્રવેશ થશે. 20 જૂનથી લગભગ ગુજરાતભરમાં રાબેતા મુજબ ચોમાસુ બેસી જશે અને સર્વત્ર વરસાદ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં 60 ટકા વરસાદ વરસી ગયો હતો.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે.
આ જિલ્લાઓમાં આવશે વરસાદ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.
મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.
4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.
દરિયામાં મોજા ઉંચે ઉછળ્યા
રેમલ વાવાઝોડાની અસરને પગલે ભાવનગરના ઘોઘા અને અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો. અલંગ અને ઘોઘાના દરિયામાં કરંટના કારણે દરિયામાં મોજા ઉંચે ઉછળ્યા હતા. વાવાઝોડાની અસરના પગલે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગરના વાતાવરણમાં પલટો આવતા 34 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો.
પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડું રવિવારે રાતે 135 km ના પવનની રફ્તાર સાથે સુંદરવન પર ત્રાટક્યું હતું. રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે. પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ વરસી રહ્યો છે.
2 દિવસ પહેલાં જ રેમલને કારણે 120થી 135 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરા-વૃક્ષો ધરાશાયી થયા હતા. પશ્ચિમ બંગાળ, ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જયાં વરસાદે તબાહી મચાવી છે. આસામ, મોઘાલયમાં પણ અતિભારે વરસાદ છે.
Trending Photos