રોકાણકારો માટે મોટા ખુશખબર! આ બેન્કોમાં FDમાં કરો રોકાણ, એક ઝાટકે મળશે આટલું રિર્ટન

FD Interest Rate: વર્ષ 2025 ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતાધારકો માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. ઘણી બેન્કોએ જાન્યુઆરી 2025માં તેમના FDના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. તાજેતરમાં પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક, એક્સિસ જેવી બેન્કોએ તેમના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.

FD Interest Rate

1/6
image

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 7 ફેબ્રુઆરીએ મળવાની છે, જેમાં રેપો રેટ અંગે નિર્ણય લેવામાં આવશે. આ બેઠક પહેલા પણ દેશની ઘણી મોટી બેન્કોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. તેમાં યુનિયન બેન્ક, એક્સિસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, કર્ણાટક બેન્ક અને શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેન્કનો સમાવેશ થાય છે.

પંજાબ નેશનલ બેન્ક

2/6
image

પંજાબ નેશનલ બેન્કે 1 ફેબ્રુઆરીથી તેના FD દરોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ, બેન્કે 303 દિવસ માટે 7% વ્યાજ દર નક્કી કર્યો છે, જ્યારે 506 દિવસની FD પર 6.7% અને 400 દિવસની FD પર 7.25% વ્યાજ મળી રહ્યું છે. આ દરો 1 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા

3/6
image

યુનિયન બેન્કે 3 કરોડથી ઓછી એફડી પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેન્ક હવે 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3.5% થી વધારીને 7.30% વ્યાજ આપી રહી છે. આ સિવાય 456 દિવસ માટે 7.30%ના વ્યાજ દર સાથે FD પણ ઉપલબ્ધ છે. આ નવા દરો 1 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.

એક્સિસ બેન્ક

4/6
image

એક્સિસ બેન્કે 3 કરોડથી ઓછી FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 3% થી 7.25% સુધીના વ્યાજ મળી રહ્યું છે. આ નવા દરો 27 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.

કર્ણાટક બેન્ક

5/6
image

કર્ણાટક બેન્કે પણ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે બેન્ક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.50% થી 7.50% વ્યાજ આપી રહી છે. ખાસ કરીને 375 દિવસ માટે 7.50% વ્યાજ દર ઓફર કરવામાં આવ્યો છે. આ નવા દરો 2 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.

શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેન્ક

6/6
image

શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેન્કે તેના FD દરોમાં ફેરફાર કર્યો છે. હવે બેન્ક સામાન્ય નાગરિકોને 3.50% થી 8.80% સુધી વ્યાજ આપી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 4% થી 9.30% સુધી રહેશે. આ નવા દરો 22 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.