Photos: કાન્સના ઈતિહાસમાં ગુજરાતનો ડંકો…ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી વધાર્યું ગૌરવ

Komal Thakkar at Cannes 2022: ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 17 મે થી 28 મે સુધી યોજાઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાનો જલવો બતાવવા માટે પહોંચી છે. તમને જણાવી દઈએ કે બોલિવુડ અભિનેત્રી આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જજ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વાતો વચ્ચે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર જોવા મળી છે.

1/7
image

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે દેશ – વિદેશમાં ખ્યાતિ મેળવી રહી છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ઢોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વૉક કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

2/7
image

ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટીની એક અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરતાં આજે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ કોમલની આ સિદ્ધિને પગલે ગૌરવ અનુભવે છે.  

3/7
image

પોતાની અભિનય પ્રતિભાને કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રી કોમલ ઠક્કર જાણીતી બની છે. 

4/7
image

ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.   

5/7
image

2011માં કોમલ ઠક્કરે સ્પોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી.  

6/7
image

કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.

7/7
image