EXIT POLL RESULT 2023: 5 રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામો, જાણો કોણ બનાવશે સરકાર
EXIT POLL RESULT 2023: દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જો આ ચૂંટણીના પરિણામો પર વિશ્વાસ કરવામાં આવે તો કોંગ્રેસમાં મોટો અપસેટ જોવા મળી રહ્યો છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પર સમગ્ર દેશની નજર છે. કારણકે, આ પરિણામો આગામી લોકસભા ચૂંટણીઓ પર અસર કરશે. એટલે જ રાજકીય પરિભાષામાં આને કહેવામાં આવે છે ફાઈનલ પહેલાંની સેમીફાઈનલ.
મિઝોરમ એક્ઝિટ પોલ 2023
મિઝોરમ ચૂંટણી બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં વર્તમાન મુખ્યમંત્રી જોરામથાંગાની પાર્ટી MNF પુનરાગમન કરતી જોવા મળી રહી છે. સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર, તેમને 40 સભ્યોની વિધાનસભામાં 14 થી 18 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 8-10 બેઠકો મળવાની આશા છે.
છત્તીસગઢ એક્ઝિટ પોલ 2023
છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં સર્વે કરનાર તમામ એજન્સીઓએ કોંગ્રેસની વાપસીની સંભાવના વ્યક્ત કરી છે. 40 થી 56 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે ભાજપને 36 થી 48 બેઠકો મળવાની સંભાવના છે.
રાજસ્થાન એક્ઝિટ પોલ 2023
રાજસ્થાનની વાત કરીએ તો અહીં બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો છે. 200 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 101 બેઠકો જરૂરી છે. સર્વેમાં ભાજપને 80થી 110 અને કોંગ્રેસને 71થી 106 બેઠકો મળવાનો અંદાજ છે.
મધ્ય પ્રદેશ એક્ઝિટ પોલ 2023
મધ્યપ્રદેશમાં પણ મામલો બરાબરી પર અટવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. કેટલાક એક્ઝિટ પોલ સર્વેમાં ભાજપને વિજેતા દર્શાવવામાં આવ્યા છે તો કેટલાકમાં કોંગ્રેસને વિજેતા દર્શાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ઈંટ કઈ બાજુ બેસે છે તે જોવું રહ્યું.
તેલંગાણા એક્ઝિટ પોલ 2023
તેલંગાણામાં મોટાભાગના સર્વેમાં છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલા કેસીઆરની સ્થિતિ લપસતી જોવા મળી રહી છે. તેમને 46થી 56 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસ 58 થી 68 બેઠકો સાથે સત્તામાં આવે તેવી શક્યતા છે.
Trending Photos