રોકાણકારોને મોટી ભેટ ! 40% ઘટ્યા બાદ પણ 1 લાખથી વધારેએ કર્યું રોકાણ, આપશે ડબલ ડિવિડન્ડ, LICએ કર્યું છે મોટું રોકાણ

Double Dividend: આ કંપનીએ શેર દીઠ 9.50 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. તેમાં 4.50 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પણ સામેલ છે. કંપનીએ અંતિમ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ મંગળવાર 18 માર્ચ, 2025 નક્કી કરી છે. દેશની સૌથી મોટી વીમા કંપની LICની કેસ્ટ્રોલ ઈન્ડિયામાં 10% હિસ્સો છે.

1/5
image

Double Dividend: આ કંપનીનો શેર મંગળવારે અને 04 ફેબ્રુઆરીના રોજ 7 ટકાથી વધુ વધીને 193.75 રૂપિયા પર પહોંચ્યો હતો. કંપનીના શેરમાં આ વધારો ડિસેમ્બર 2024 ક્વાર્ટરના પરિણામો પછી આવ્યો છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 271 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. 

2/5
image

આ કંપનીનનો નફો ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 12% અને સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરની સરખામણીમાં 30%થી વધુ વધ્યો છે. આ કંપનીનો શેર 284 રૂપિયાની ઊંચી સપાટીથી 40%થી વધુ ઘટી ગયો હતો, તેમ છતાં રિટેલ રોકાણકારોએ કંપનીના શેરો પર મોટો દાવ લગાવ્યો છે.

3/5
image

ગયા વર્ષે ઓગસ્ટમાં કેસ્ટ્રોલ ઈન્ડિયાનો શેર 284 રૂપિયાના ઊંચા સ્તરે હતો. આ સ્તરથી, કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો અને શેરમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. જોકે, આ ઘટાડા પછી પણ સામાન્ય રોકાણકારોએ કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરના અંતે, કેસ્ટ્રોલ ઇન્ડિયામાં 4.9 લાખ રિટેલ રોકાણકારો (સામાન્ય રોકાણકારો) હતા અને તેઓ કંપનીમાં 16.88% હિસ્સો ધરાવે છે. જૂન ક્વાર્ટરના અંતે, કંપનીમાં સામાન્ય રોકાણકારોની સંખ્યા 3.84 લાખ હતી અને કંપનીમાં તેમનો હિસ્સો 15.37 ટકા હતો.

4/5
image

કેસ્ટ્રોલ ઈન્ડિયાએ દરેક શેર પર 9.50 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડમાં 4.50 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પણ સામેલ છે. કંપનીએ અંતિમ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ મંગળવાર 18 માર્ચ, 2025 નક્કી કરી છે. મ્યુચ્યુઅલ ફંડોએ છેલ્લા બે ક્વાર્ટરમાં કંપનીમાં તેમનો હિસ્સો 50 બેસિસ પોઈન્ટ્સ (0.50%) ઘટાડ્યો છે. હવે કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 2.1% છે, જે જૂનમાં 2.6% હતો. દેશની સૌથી મોટી વીમા કંપની LICની કેસ્ટ્રોલ ઈન્ડિયામાં 10% હિસ્સો છે.  

5/5
image

(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)