World News: અરે બાપરે! આટલું સસ્તું? અહીં 2 રૂપિયા, 3 રૂપિયે લીટર વેચાય છે પેટ્રોલ, સાવ પાણીના ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ
Cheap Petrol Price: કેટલેક ઠેકાણે પેટ્રોલ 2 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. તમને ખબર છે એવી જગ્યાઓ ક્યાં છે જ્યાં પેટ્રોલની કિંમત નામ માત્ર છે. ફટાફટ ખાસ જાણો.
ભારતના મોટાભાગના શહેરોમાં જ્યાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા આસપાસ છે ત્યાં કેટલાક દેશ એવા પણ છે જ્યાં પાણીથી પણ સસ્તું પેટ્રોલ મળે છે. રવિવારે મુંબઈમાં પેટ્રોલ 105.01 રૂપિયા પ્રતિ લીટર તો દિલ્હીમાં 94.77 રૂપિયા પ્રતિ લીટર હતું.
ઈરાન
ઈરાન દુનિયામાં સોથી સસ્તું પેટ્રોલ વેચતો દેશ છે. અહીં પેટ્રોલનો ભાવ માત્ર 2.5 રૂપિયા પ્રતિ લીટર છે. દેશના વિશાળ ઓઈલ ભંડાર અને સરકારી સબસિડીના કરાણે ઈરાનમાં પેટ્રોલ આટલું સસ્તું મળે છે.
લીબિયા
લીબિયા આફ્રિકાનો સૌથી મોટો ઓઈલ ભંડાર ધરાવતો દેશ છે. અહીં પેટ્રોલનો ભાવ 2.51 રૂપિયા પ્રતિ લીટર છે. જો કે લીબિયામાં સબસિડીવાળા પેટ્રોલની તસકરી એક મોટી સમસ્યા છે બનેલી છે જેનાથી સરકારની કમાણીને નુકસાન થઈ રહ્યું છે.
વેનેઝુએલા
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં પેટ્રોલનો ભાવ 3.03 રૂપિયા પ્રતિ લીટર જેટલો છે. દુનિયાના સૌથી મોટા ઓઈલ ભંડારોમાંથી એક છે અને સરકાર પોતાની જનતાને લગભગ મફત પેટ્રોલ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ વધુ પડતી મોંઘવારી અને અવ્યવસ્થિત રિફાઈનરી સિસ્ટમના કારણે અહીં ઈંધણની અછત રહે છે.
અંગોલા
અંગોલામાં પેટ્રોલનો ભાવ 28.44 રૂપિયા પ્રતિ લીટર જેટલો થાય છે. આ આફ્રિકાના ટોચના ઓઈલ ઉત્પાદક દેશોમાંથી એક છે. અહીં સરકાર ઈંધણ પર સબસિડી આપે છે જેથી કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ તેને સુલભ બનાવી શકાય. પરંતુ આર્થિક અસમાનતાના કારણે દરેક નાગરિકને તેનો લાભ મળી શકતો નથી.
ઈજિપ્ત
ઈજિપ્તમાં પેટ્રોલનો ભાવ 29.39 રૂપિયા પ્રતિ લીટર છે. ઈજિપ્ત ઓઈલ ઉત્પાદક અને ગ્રાહક દેશોમાં સામેલ છે. આથી અહીં ઓઈલના ભાવ દુનિયામાં અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે. સરકાર ગરીબ વર્ગને પેટ્રોલ સબસિડી પર આપે છે. જો કે હાલના આર્થિક સુધારાઓના પગલે સબસિડીમાં કાપ મૂકાઈ રહ્યો છે.
Trending Photos