કોરોનાનો પિક આવવાનો બાકીઃ મહામારી નિષ્ણાંતે ચેતવ્યા, દરરોજ થશે હજારો લોકોના મોત

મિશિગન વિશ્વવિદ્યાલયમાં મહામારી નિષ્ણાંત ભ્રમર મુખર્જીનુ કહેવુ છે કે, યૂપી, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો ટાઇમ બોમ્બ પર બેઠા છે. અહીં કોરોના વિસ્ફોટ થતો કોઈ રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીમાં જ્યારે દરરોજ 11 હજાર કેસ અને 91 મોત થઈ રહ્યા હતા, ત્યારબાદથી આગામી 9 સપ્તાહ આપણે માત્ર અનુમાન લગાવવામાં વેડફી નાખ્યા. 

કોરોનાનો પિક આવવાનો બાકી

1/6
image

કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દેશના ઘણા ભાગમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, યૂપી, દિલ્હી, છત્તીસગઢ જેવા રાજ્યોની સ્થિતિ ખરાબ છે. છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ લાખ નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે. 

 

મેના મહિનામાં આવશે અસલી સંકટ

2/6
image

નિષ્ણાંતો પ્રમાણે આવનારા મે મહિનામાં કોરોના મહામારી પોતાનું અસલી રૂપ દેખાડશે. દરરોજ ચાર હજારથી વધુ લોકોના મોત થઈ શકે છે. તો 8-10 લાખ લોકો પોઝિટિવ મળશે. મિશિગન વિશ્વ વિદ્યાલયમાં મહામારીના નિષ્ણાંત ભ્રમર મુખર્જીનુ કહેવુ છે કે ફેબ્રુઆરીમાં કોરોનાએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યુ પરંતુ આપણે તેને ગંભીરતાથી લીધો નહીં. 

વેક્સિનેશનમાં લાગશે સમય

3/6
image

ભ્રમર મુખર્તી પ્રમાણે આ વર્ષની શરૂઆતથી જ વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી હોત અને વધુ લોકો સુધી પહોંચાડી હોત તો લગભગ કોરોના મહામારીનું આ રૂપ જોવા ન મળશે. તેમણે કહ્યું કે, આપણે બહુમૂલ્ય સમય ગુમાવી દીધો. ભ્રમર મુખર્જીએ કહ્યું કે, કોરોના મહામારીને રોકવાના બે ઉપાય છે. 

લૉકડાઉન આપણે સહન ન કરી શકીએ

4/6
image

ભ્રમર મુકર્જી પ્રમાણે કોરોના મહામારી વેક્સિન કે લોકડાઉનથી રોકી શકાય છે. લૉકડાઉન તેનો સ્થાયી ઉપાય નથી અને દુનિયા લૉકડાઉનના પરિણામ જોઈ ચુકી છે. તેમણે કહ્યું કે, ભારત દેવા વિશાળ દેશમાં મહામારીએ પોતાનું વિકરાળ  રૂપ ધારણ કરી લીધુ છે. 

 

 

વેક્સિનેશનમાં લાગશે હજુ સમય

5/6
image

મિશિગન યુનિવર્સિટી તરફથી જારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સવા અબજથી વધુ વસ્તીવાળા દેશમાં વેક્સિન દરેક સુધી પહોંચાડવી મુશ્કેલ કામ છે. તેવામાં લોકોએ ખુદ બચાવ કરવો પડશે. રિપોર્ટમાં તે વાત યાદ અપાવવામાં આવી કે ફેબ્રુઆરીમાં કોરોના મહામારીએ તેજી પકડવાની શરૂ કરી હતી, તે સમયે આપણે પ્રભાવિત વિસ્તારમાં પ્રાથમિકતાથી વેક્સિનેશનને અંજામ આપવાનો હતો. પરંતુ આ કિંમતી સમયમાં આપણે આંખ બંધ કરી આરામથી બેસી ગયા. 

યૂપી, બિહાર અને બંગાળ જેવા રાજ્યો ટાઇમ બોમ્બ પર

6/6
image

ભ્રમર મુખર્જીએ ટ્વિટર પર લખ્યુ કે, યૂપી, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો ટાઇમ બોમ્બ પર બેઠા ઠે. અહીં કોરોના વિસ્ફોટ થવાથી કોઈ રોકી શકશે નહીં. તેમણે કહ્યુ કે, ફેબ્રુઆરીમાં જ્યારે દરરોજ 11 હજાર કેસ અને 91 મોત થઈ રહ્યા હતા, ત્યારબાદથી આગામી 9 સપ્તાહ આપણે માત્ર અનુમાન લગાવવામાં વેડફી નાખ્યા. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ એક અદ્રશ્ય શત્રુની જેમ આપણે ઘેરી ચુક્યો છે તેનાથી બચવાનો એક રસ્તો છે વેક્સિનેશન. ભારતમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. તે માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.