અંબાલાલે કીધું તો ફેબ્રુઆરીમાં આવશે ભારેથી અતિભારે દિવસો! ફટાફટ આ તારીખો નોંધી લેજો!
Gujarat Weather Update: ગુજરાતમાં આ દિવસોમાં હવામાન બેવડા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. 23 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન 35 ડીગ્રીને પાર પહોંચી જશે.
ફેબ્રુઆરીનો અડધો મહિનો વીતી ગયો છે અને હવે ધીમે ધીમે રાજ્યમાંથી ઠંડીનો અંત આવી રહ્યો છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે ગઈકાલે ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આવી સ્થિતિમાં હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં ગરમી વધી શકે છે.
તો રાજ્યમાં 17,18 અને 19 ફેબ્રુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તેવી આગાહી કરી છે. આ વચ્ચે પહાડો પર ફરી મોસમનો મિજાજ બદલાયો છે. ક્યાંક બરફવર્ષા તો ક્યાંક વાદળો ઘેરાઈ રહ્યા છે. પહાડી રાજ્યોમાં ફરી એકવાર ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
તાપમાન વધશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી તાપમાનમાં નજીવો ફેરફાર થવાની સંભાવના છે. હાલમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે જ્યારે મહત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે, પવન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાશે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે વાતાવરણ થોડું ગરમ રહે છે.
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં આગામી 2 દિવસ સુધી તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. જો સ્થિતિ આવી જ રહી તો આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. પહાડી રાજ્યોમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાયો છે. કેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો મેદાની વિસ્તારોમાં લોકોને સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી સિઝનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પહાડોથી લઈ મેદાન સુધી કેવો છે મોસમનો મિજાજ?
ગુજરાતના શહેરોનું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહુવામાં 36 ડિગ્રી, રાજકોટમાં 35.7, સુરતમાં 35.7, સુરતમાં 35.5, ભુજમાં 35.5, વડોદરામાં 35, સુરેન્દ્રનગરમાં 35, કેશોદમાં 34.9, અમદાવાદમાં 34.7, ગાંધીનગરમાં 34.4, ડી.એસ. વલ્લભ વિદ્યાનગરમાં 33.1, પોરબંદરમાં 32.3, નલિયામાં 31.5, કંડલા પોર્ટમાં 30, વેરાવળમાં 29, ઓખામાં 28.8, દ્વારકામાં 28.1 ડિગ્રી, પોરબંદરમાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5, નલિયામાં 14.1, અમદાવાદમાં 14.6, રાજકોટમાં 14.3, 16.3 કેશોદ માં. તાપમાન 16.4, ભાવનગર 16.5, ડીસા 17, ભુજ 17.2, વડોદરા 17.4, સુરેન્દ્રનગર 17.8, વલ્લભ વિદ્યાનગર 18, સુરત 18, કંડલા પોર્ટ 19, વેરાવળ 19.2, દ્વારકા 21.2 અને O22 ડિગ્રી નોંધાયું છે.
એકબાજુ મેદાની રાજ્યોમાં ધીમે-ધીમે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પહાડી રાજ્યોમાં ફરી મોસમનો મિજાજ બદલાયો છે. અહીંયા ફરી હિમવર્ષા શરૂ થતાં લઘુત્તમ તાપમાન નીચે ગયું છે. જેના કારણે લોકોને ફરી ગરમ કપડાં પહેરવાની નોબત આવી છે. પ્રવાસન સ્થળ કુફરી-નરકંડા અને મનાલીના જાણીતા વિસ્તારોમાં બરફવર્ષા થઈ. જેના કારણે તાપમાનમાં 5થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આ તરફ ઉત્તરાખંડના ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીંયા ક્યાંક હળવી બરફવર્ષા તો ક્યાંક વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. તેની વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 17-18-19 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં 17-18-19 તારીખે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઉપર રહેશે. કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.
હિમાલય પર એક નવું વાવાઝોડું (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાનું છે. આના કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજયોમાં વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં હજુ લોકોને ઠંડીથી રાહત મળશે નહીં. હવામાન વિભાગે અહીં કોલ્ડવેવ એલર્ટ જારી કર્યું છે. સિક્કિમ અને હિમાલથી ૫શ્ચિમ બંગાળના લોકોને સવારના સમયે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. ૨૦ ફેબ્રુઆરી સુધી અરૂણાચલ પ્રદેશમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.
આગામી ૭ દિવસ દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયાથી હળવો વરસાદ થવાની સંભાવના છે.૧૭ ફેબ્રુઆરીએ એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આના કારણે ઘણા રાજયોના હવામાનમાં ફેરફાર થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૭ થી ૨૦ ફેબુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં, ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં, ૨૦ ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે.
Trending Photos