ડંકાની ચોટ પર આ તારીખો લખી રાખજો! અંબાલાલની આ આગાહી સાચી પડી તો..! ગુજરાતમાં મહાખતરો
Ambalal Patel Monsoon Alert: ગુજરાતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે કમોસમી વરસાદની આગાહી છે. 2 અને 3 ફેબ્રુઆરીના માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે તો ફેબ્રુઆરી મહિનામાં મોટી ઉથલપાથલની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો ખાસ જાણો.
અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, તેમના જણાવ્યાં મુજબ 30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહીત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા.
શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ આમ છતાં વરસાદ હજુ પીછો છોડે તેમ લાગતું નથી. જેના કારણે ખેડૂતો માટે પણ આફત જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ફરી એકવાર હવામાન વિભાગે અને આગાહીકાર અંબાલાલે એવી આગાહી કરી છે કે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહીતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યાં મુજ 2 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમન દાદર નગર હવેલી માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીના અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર , દાહોદમાં માવઠાની આગાહી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ એલર્ટ પણ જાહેર કર્યું છે. આઈએમડીના જણાવ્યાં મુજબ પશ્ચિમી ઈરાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. એક તાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 ફેબ્રુઆરીથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરશે. જેનાથી જમ્મુ કાશ્મીર અને લદાખમાં ભારે વરસાદની સંભાવના છે. બરફવર્ષા પણ થશે.
આ ઉપરાંત યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વરસાદ પડશે. હિમાચલ પ્રદેશમાં 29 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે રાજસ્થાન, છત્તીસગઢમાં 3 ફેબ્રુઆરીના રોજ મધ્ય પ્રદેશમાં 2-3 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદની વકી છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પૂર્વ બાંગ્લાદેશ ઉપર પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેના પ્રભાવથી અરુણચાલ પ્રદેશમાં 30 જાન્યુઆરી સુધી, અસમ મેઘાલયમાં 29-30 જાન્યુઆરી દરમિાયન વરસાદ પડી શકે છે. કર્ણાટકમાં 1 ફેબ્રુઆરી, તમિલનાડુ, પુડિચેરી, કેરળમાં 30-31 જાન્યુઆરીના રોજ ભારે વરસાદની શક્યતા છે.
30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે.
Trending Photos