Amazonની સાથે માત્ર 4 કલાક કામ કરો, મહિને કરી શકો છો 60000-70000 રૂપિયાની કમાણી

વિશ્વની સૌથી મોટી કંપની માટે નોકરી કરવી દરેકનું સપનું હોય છે. પરંતુ કામ ડિલિવરી બોયનું હોય તો ઘણા પાછળ હટી જાય છે. પરંતુ હકીકત તે છે કે આ કોઈ સામાન્ય કામ નથી. તેમાં મહેનત સિવાય સારી કમાણી પણ થાય છે. 
 

બેરોજગારો માટે આ વિકલ્પ ખુબ સારો છે. ખાસ કરીને જ્યારે કામ વિશ્વની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની માટે કરવાનું હોય. આ નોકરીમાં કોઈ બંધનો નથી. તમે ફુલ ટાઇમ જોબ ન કરી શકો તો પાર્ટ ટાઇમ પણ તેને કરી શકો છો. જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી... 

કોણ હોય છે ડિલિવરી બોય?

1/11
image

ડિલિવરી હોય કે ડિલિવરી ગર્લ તે યુવક-યુવતીઓને કહેવામાં આવે છે જે ઓનલાઇન કે રિટેલ કંપનીઓની પ્રોડક્ટ્સ કે પેકેજ ગ્રાહકો સુધી પહોંચાડે છે. ડિલિવરી બોય એમેઝોનના વેરહાઉસથી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં ડિલિવરી હોય દરરોજ લાખો પેકેજ ડિલિવર કરે છે. એક ડિલિવરી બોયને 100થી 150 પેકેજ એક દિવસમાં ડિલિવર કરવાના હોય છે. 

10-15 કિલોમીટરની રેન્જમાં હોય છે ડિલિવરી

2/11
image

એમેઝોનના દિલ્હીમાં લગભગ 18 સેન્ટર છે. અમદાવાદમાં પણ તેના સેન્ટર આવેલા છે. બધા પેકેડને ગ્રાહકોના એડ્રેસ પર પહોંચાડવામાં આવે છે. એમેઝોન સેન્ટરથી લગભગ 10-15 કિલોમીટરના વિસ્તારમાં પેકેજ ડિલિવર કરવામાં આવે છે.   

કેટલા કલાકની હોય છે શિફ્ટ?

3/11
image

ડિલિવરી બોયને આખો દિવસ કામ કરવાનું હોતું નથી. ડિલિવરી બોયના ભાગમાં તે પેકેજ આવે છે જે તેના એરિયામાં હોય છે. પરંતુ એમેઝોન સવારે 7 કલાકથી સાંજે 8 કલાક સુધી ડિલિવર કરે છે. દિલ્હીના ડિલિવરી બોયનું કહેવું છે કે એક દિવસમાં લગભગ 4 કલાકમાં 100-150 પેકેજ ડિલિવરી કરી આપે છે. 

ડિલિવરી બોય બનાવવા માટે શું છે જરૂરી?

4/11
image

ડિલિવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. જો સ્કૂલ કે કોલેજ પાસ છો તો પાસિંગ સર્ટિફિકેટ હોવા ફરજીયાત છે. ડિલિવરી કરવા માટે તમારી પાસે બાઇક કે સ્કૂટર હોવું જોઈએ. બાઇક કે સ્કૂટરનો વીમો, આરસી બુક હોવી જોઈએ. તો અરજી કરનાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.   

કઈ રીતે કરશો અરજી

5/11
image

ડિલિવરી બોયની નોકરી માટે તમે સીધા એમેઝોનની સાઇટ https://logistics.amazon.in/applynow પર અરજી કરી શકો છો. આ સિવાય એમેઝોનના કોઈપણ સેન્ટર પર જઈને નોકરી માટે અરજી કરી શકો છો. મોટા ભાગના સેન્ટરોમાં ડિલિવરી બોયની જગ્યા હંમેશા ખાલી રહે છે. પરંતુ જો જગ્યા ન હોય તો ભવિષ્ય માટે તમારૂ નામ રજીસ્ટર થઈ શકે છે. જ્યારે પણ જગ્યા ખાલી થશે તમને તક મળશે. 

ઓનલાઇન કરાવો રજીસ્ટર

6/11
image

એમેઝોનમાં નોકરી કરવા માટે તમે ઈમેલ આઈડી દ્વારા રજીસ્ટર કરી શકો છો. તેના માટે ફોર્મ યોગ્ય રીતે ભરો, કોઈ જાણકારી અધુરી ન છોડો, ટર્મ્સ ઓફ સર્વિસને ધ્યાનથી વાંચો, બેકગ્રાઉન્ડ ચેક માટે કંપની તમને પૂછે છે, તે માટે ઇનકાર ન કરો.

કંપની તમને વાહન આપશે?

7/11
image

જો તમારી પાસે પોતાનું સ્કૂટર અથવા બાઇક છે તો તમારે પસંદગીની વસ્તુઓની ડિલિવરી માટે પોતાનું વાહન વાપરવું પડશે. જો મોડી પ્રોડક્ટસની ડિલિવરીકરવાની હોય તો કંપની કેટલીક શરતોની સાથે તમને મોટું વાહન ઉપલબ્ધ કરાવે છે. 

તમારી પસંદગીની વસ્તુ કરો ડિલિવરી

8/11
image

ડિલિવરી હોયને ઓફિસ અને ઘર બંન્ને જગ્યાએ ડિલિવરી કરવાની હોય છે. પરંતુ તે નક્કી ડિલિવરી બોય કરે છે કે તેણે કઈ વસ્તુની ડિલિવરી કરવી છે. નાના સામાનથી લઈને ફ્રીઝ, ટીવી, એસીની પણ ડિલિવરી કરી શકે છે. તેનામાટે મોટા વાહનની જરૂરીયાત હોય છે, એમેઝોન મોટા વાહન ઉપલબ્ધ કરાવે છે. 

કામ કઈ રીતે કરવું તેની પણ મળશે તાલિમ

9/11
image

નોકરી પર રાખ્યા બાદ કંપની તમને તેની જાણકારી પણ આપશે કે પ્રોડક્ટની ડિલિવરી કઈ રીતે કરવાની છે. કઈ વસ્તુને ટાઇમિંગ પ્રમાણે ડિલિવર કરવાની છે. મતલબ સ્પષ્ટ છે કે ડિલિવરી સાથે જોડાયેલી તમામ ટ્રેનિંગ એમેઝોન તરફથી આપવામાં આવે છે. 

નોકરી કાયમી હોય છે કે કોન્ટ્રાક્ટ પર?

10/11
image

એમેઝોનમાં ડિલિવરી બોયની નોકરી ન કાયમી હોય છે અને ન કોન્ટ્રાક્ટ પર. તમે જ્યારે ઈચ્છો ત્યારે નોકરી છોડી શકો છો. તો કંપની પણ તમને તમારૂ પ્રદર્શનને જોતા કાઢી શકે છે.   

એમેઝોન ડિલિવરી બોયને કેટલો મળે છે પગાર?

11/11
image

એમેઝોન ડિલિવરી બોયને દર મહિને નિયમિત કેટલો પગાર મળે છે. એમેઝોનમાં ડિલિવરી હોયને 12-15 હજારનો ફિક્સ પગાર મળે છે. પેટ્રોલ ખર્ચ તમારો હોય છે. પરંતુ એક પ્રોડક્ટ કે પેકેજની ડિલિવરી કરવા પર 15થી 20 રૂપિયા મળે છે. ડિલિવરી સર્વિસ આપનાર કંપની પ્રમાણે જો કોઈ મહિનો કામ કરે છે અને દરરોજ 100 પેકેજ ડિલિવર કરે છે તો સામાન્ય રીતે 60000-70000 રૂપિયા મહિને કમાઇ શકે છે.