Sugar Alternatives: ખાંડનો હેલ્ધી વિકલ્પ છે આ 5 વસ્તુઓ, ખાંડને બદલે વાપરવાથી ડાયાબિટીસ અને વધારે વજનની ચિંતા થશે દુર

Sugar Alternatives: ખાંડને મીઠું ઝેર કહેવાય છે. વધારે પ્રમાણમાં ખાંડનો ઉપયોગ થયો હોય તેવી વસ્તુઓ ખાવાથી ડાયાબિટીસ જ નહીં પરંતુ વધારે વજન, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી સમસ્યા પણ થઈ શકે છે. જોકે તેનો અર્થ એ નથી કે તમે મીઠી વસ્તુ ખાવાનું છોડી દો. તમારે બસ ખાંડના બદલે આ વસ્તુ તેના વિકલ્પને પસંદ કરવાના છે. એટલે કે એવી વસ્તુઓનો ઉપયોગ આહારમાં કરવાનો છે જે ખાંડની જેમ મીઠી છે પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી.

સાકર

1/7
image

સાકર ખાંડ જેવી જ દેખાય છે પરંતુ તે ઝીણા ટુકડામાં નહીં પરંતુ મોટા ટુકડામાં હોય છે. સાકર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે જે શ્વાસ છે ને ફાયદો કરે છે. 

કોકોનટ સુગર

2/7
image

કોકોનટ સુગર ખાંડની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.. તે સરળતાથી પચી જાય છે અને તેમાં પણ આયોજન અને જરૂરી મિનિટેબલ્સ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જેથી તે બ્લડ સુગર લેવલને વધારતી નથી. તમે કોકોનટ સુગરને પણ દૂધ કે અન્ય વસ્તુઓમાં ખાંડને બદલે ઉપયોગમાં લઈ શકો છો.

ડેટ સુગર

3/7
image

ખજૂર કુદરતી રીતે મીઠું ફળ છે અને તેમાંથી તૈયાર થતી ખાંડ પણ શરીર માટે ફાયદાકારક છે. ખજૂરમાંથી ખાંડ તમે ઘરે પણ બનાવી શકો છો તેના માટે ખજૂરને સુકવી અને તેને બરાબર રીતે શેકી તેનો પાવડર કરી લેવો. આ ખાંડનો ઉપયોગ કરવાથી બ્લડ સુગર તેમજ બેડ કોલેસ્ટ્રોલ વધતું નથી.

મધ

4/7
image

મધ સ્વાદમાં મીઠું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ખાંડના વિકલ્પ તરીકે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો.. મધ પાચન માટે પણ સારું ગણાય છે અને તેનાથી બ્લડ સુગર લેવલ પણ વધતું નથી. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તે ઝડપીને પણ ઓગાળે છે.

ગોળ

5/7
image

ગોળ ખૂબ જ ગુણકારી છે. ખાંડને બદલે જો તમે ગોળનો ઉપયોગ કરો છો તો તે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. ગોળ એક નેચરલ બ્લડ પ્યુરીફાયર છે જેનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને લીવર પણ ડિટોક્ષ થાય છે.

સ્ટીવિયા

6/7
image

સ્ટીવિયા એક નેચરલ સ્વીટનર છે જેમાં ઝીરો કેલરી હોય છે. સ્ટીવિયા પ્લાન્ટના પાનમાંથી આ ખાંડ બને છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટીવિયા ખૂબ જ ચલણમાં છે. ખાંડની સરખામણીમાં સ્ટીવિયા એટલા માટે ફાયદાકારક છે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઝીરો હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે.

7/7
image